વાંસદા: હાલના સમયમાં નજર નાખવામાં આવે તો સ્થાનિક સ્તરે દિવસે-દિવસે અકસ્માત અને આત્મહત્યાના કિસ્સાઓ ખુબ મોટા પ્રમાણમાં બનવા લાગ્યા છે આવો જ એક આત્મહત્યાનો કિસ્સો ગતરોજ સાંજે ૬ થી ૭ વાગ્યાની આસપાસ વાંસદાના અંકલાછ ગામમાં બન્યાનું પ્રકાશમાં આવ્યું છે.

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વલસાડના કિશોરભાઈ મંગુભાઈ ગાંવિત અને વૈશાલીબેન નાયકા અંકલાછ ગામમાં પોતાના કુટુંબીજન રાયસિંગભાઈ ગાંવિતને ત્યાં મહેમાન બની આવ્યા હતા અને તેમણે ગતરોજ સાંજે ૬ થી ૭ વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા કારણોસર આત્મહત્યા કરી લીધી હતી જાણવા મળ્યું છે કે કિશોરભાઈએ થોડા સમય પહેલા જ પોતાની પત્ની સાથે અગમ્ય કારણોસર છુટાછેડા લીધા હતા અને વૈશાલીબેનના પતિનું પણ મૃત્યુ થઇ ગયું હતું હાલમાં તેઓ બંને સાથે જીવન જીવતા હતા પણ પોતાના ઘર વલસાડ છોડી અહી અંકલાછ ગામમાં આવી આત્મહત્યા કરવાનું કારણ ચોકાવનારું છે હાલમાં ગામમાં નવી-જૂની અને લોકોના અંદાજોની વાતો ચર્ચાના ચકડોળે ચડી છે.

ઘટનાની જાણ થતાં જ વાંસદા પોલીસ બનાવ સ્થળ પર પોહચી ગઈ હતી અને બંને લાશોને પી.એમ માટે વાંસદા સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે હાલમાં આ આત્મહત્યા પાછળનું કારણ વાંસદા પોલીસ તપાસ કરી રહી છે આવનારા સમયમાં સમગ્ર ઘટનાની હકીકત સામે આવવાનું અંકલાછ ગામના લોકો આશા સેવી રહ્યા છે

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here