ઝી ન્યુઝ ફોટોગ્રાફ્સ

નવસારી: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં હાલ દરેક ઉમેદવાર પ્રચારમાં સવાર-સાંજ જોયા વગર અને એક પણ મિનિટ વેડફ્યા વગર ઉમેદવારો લોકોના ઘરે ઘરે જઈને મત માંગી રહ્યાં છે. મજાની વાત તો છે કેટલાંક પરિવારો એવા છે જેમાં પરિવારના એક કરતા વધુ લોકો ચૂંટણીમાં ઉભા છે. અને આવી સ્થિતિમાં ચૂંટણી પ્રચાર માટે ટાઈમનું મેનેજમેન્ટ કરવું સહેલું બનતું નથી. ત્યાં નવસારી જિલ્લાની રૂમલા બેઠક પર એક દંપતી એકસાથે ચૂંટણીના મેદાનમાં છે.

હાલમાં જોઈએ તો નવસારી જિલ્લા પંચાયતની 28 બેઠકો અને 6 તાલુકા પંચાયતની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. ભાજપ કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ પોતાના ઉમેદવારો ચુંટણી જંગ લડશે. નવસારી જિલ્લા પંચાયતની ઘેજ બેઠક અને રૂમલા બેઠક પર કોગ્રેસ દ્વારા રૂમલા બેઠક ઉપર પતિ વલ્લભ દેશમુખ અને ઘેજ બેઠક પર તેમની પત્ની ચંદન વલ્લભભાઈ દેશમુખ એમ ઘોલારનું દંપતીને મેદાને ઉતારવામાં આવ્યા છે.

સ્થાનિક સ્વરાજની આ ચુંટણીમાં પતિ-પત્ની બંને એકસાથે ચૂંટણી જંગમાં ટાઈમ મેનેજમેન્ટ કરીને ચૂંટણી પ્રચાર માટે સમય ફાળવવાનું જાણવા મળ્યું છે. આ દંપતી પોતાના સમર્થકો સાથે ભાજપ સરકારની નિષ્ફળતા મોંઘવારી, મહિલાઓ સાથે થતા અન્યાય જેવા મુદ્દાઓ દ્વારા જનસભા સંબોધે છે.