પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

નવસારી: દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારનો માહોલને વધારે મજેદાર બનાવવા માટે ભાજપ દ્વારા ટોચના નેતાઓ પ્રચાર અર્થે મોકલવામાં આવી રહ્યા છે. આજે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની બે દિવસના ચૂંટણી પ્રવાસે છે. આજે તેમની સભા નવસારીના વાંસદા યોજાઇ હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.

વાંસદામાં સ્મૃતિ ઇરાનીએ જનસભાને સંબોધતા વિરોધના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા અને ગાંધીને ગુજરાતમાંથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો.રાહુલ ગાંધીને પડકાર ફેંકતાં જણાવ્યું છે કે, હું રાહુલ ગાંધીને કહું છું કે, તાકાત હોય તો ગુજરાતને અજમાવી જુઓ, તાકાત હોય તો અહીં ચૂંટણી લડીને બતાવો ત્યારે ચાઈની ચાય અને પાણીનું પાણી થશે.

આજની ભાજપ દ્વારા આયોજિત જનસભામાં સ્મૃતિ ઈરાનીએ ભાજપના વિકાસના કામો ગણાવી ભાજપને વિજય ભણાવવા સભામાં હાજર લોકોને અપીલ કરી હતી. જોકે સભામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.