મુંબઈ: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી વખત એક કલાકારે આત્મહત્યા કરી લીધાના સમાચારથી બધાને આંચકો લાગ્યો છે. એમ.એસ. ધોની ફિલ્મમાં અભિનય કરનાર અભિનેતા સંદિપ નાહરે મુંબઈના ગોરેગાંવ સ્થિત તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધાના સમાચાર આવી રહ્યા છે.

સંદીપ એમ.એસ. ધોની: અનટોલ્ડ સ્ટોરી અને કેસરી જેવી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં સંદીપે કામ કર્યું છે. મુંબઈ પોલીસે કહ્યું છે કે, નાહરે મુંબઈના ગોરેગાંવ સ્થિત પોતોના ઘરમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.

આત્મહત્યા કરતા પહેલા સંદીપે ફેસબુક પર શેર કરેલા વીડિયો જણાવે છે કે આજે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ એ છે કે અમારા જીવનમાં અનેક પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે. હું માનસિક રીતે સ્ટેબલ નથી. આનું કારણ મારી પત્ની કંચન શર્મા છે. દોઢ-બે વર્ષથી હું ટ્રોમાથી પસાર થઈ રહ્યો છું. મે પત્નીને વારંવાર સમજાવી છે. 365 દિવસ લડવું. દરરોજ આત્મહત્યાની વાતો કરવી. એ કહે છે કે હું મરી જઇશ તો તને ફસાવી દઇશ.

તે મારા પરિવારને નફરત કરે છે, મારી માતાને ગાળો આપે છે. એવો સમય છે કે હું તેની સામે મારા કુટુંબના કોઇ સભ્યનો ફોન ઉપાડી શકતો નથી. ઘણી વસ્તુઓ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે હું તેને સારી કરી શકતો નથી. જીવનમાં ઘણી ચીજોનું દબાણ હોય છે, તમે કામની તાણ ઉઠાવી શકો છો પણ માનસીક સંબંધોની તાણને નહીં.મારા મર્યા પછી મારા પરિવારને કોઇ પરેશાન કરશો નહીં. આ જીવનની વણ ઉકેલાયેલી સમસ્યાથી કંટાળીને મેં આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો છે.