અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં આજે ભાજપનો ભગવો ફરીથી લહેરાયો છે. મતદાન વિના જ અનેક બેઠકો પર ભાજપની જીત થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભગવો લહેરાયો ખબર દિવસ દરમિયાન અવારનવાર આવી રહ્યા હતા

જિલ્લા અને તાલુકા પંચાયતમાં કુલ 219 બેઠકો પર ભાજપે કોંગ્રેસના ઉમેદવારો સામે બિન હરીફ જીત હાંસિલ કર્યાના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં આહવા, વલસાડ અને તાપી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોના ઉમેદવારો બિનહરીફ ચુંટાઈ આવ્યા છે. મતદાન પ્રક્રિયા યોજાય તે પહેલાં જ મતદાન કર્યા વિના ભાજપના અનેક ઉમેદવારોએ બિન હરીફ રીતે જીત પ્રાપ્ત કરવાના કારણે ભાજપના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ પ્રદેશ પ્રમુખ દ્વારા બધાજ બિનહરીફ ઉમેદવારો શુભેચ્છા પાઠવવામાં આવી છે.