વલસાડ: આવનારી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ફણસા તળાવ ફળિયાના ગ્રામજનો દ્વારા ચૂંટણીનો વિરોધ કર્યો છે. ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્ય દ્વારા વિકાસના કામો ન કરાતા ગ્રામજનોએ મહેરબાની કરી વોટ માંગવા આવવા નહિ નું બેનર લટકાવી વિરોધ નોંધાવ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે વલસાડ જિલ્લા પંચાયતમાં પાંચ વર્ષ સુધો ભાજપનું શાશન રહ્યું હતું. જ્યારે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સત્તા છીનવી લઈ અઢી વર્ષ ભાજપે સત્તા ભોગવી છે. લોકો કહેછે કે ફણસા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના સભ્યો વિજયી બન્યા હોવા છતાં કોઈ પણ કામ ગ્રામ્ય સ્તરે થયું નથી
રાજ્યમાં ભાજપનું શાશન અને ઉમરગામ તાલુકાના ધારાસભ્ય મંત્રી તરીકે સેવા આપ રહેલા મંત્રીને રોડ માટે વારંવાર રજુઆત કરી મુલાકાત બાદ પણ માત્ર ઠાલા આશ્વશન આપતા ગ્રામજનોએ ફણસા બજાર વિસ્તારમાં બેનર લટકાવી ચૂંટણીનો બહિષ્કાર નોંધાવ્યો છે.
છેલ્લા પાંચ વર્ષમાં તળાવ ફળિયા વિસ્તારમાં વિકાસ ના કામો થયા નથી. ફણસા બજારમાં માર્ગ ઉપર બેનર લટકાવી ગત પાંચ વર્ષમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના સભ્ય દ્વારા એક પણ કાર્ય અમારા વિસ્તારમાં કર્યું નથી.મહેરબાની કરી આ વર્ષે વોટ માંગવા આવશે નહિનું બેનર લટકાવી ચૂંટણીના વિરોધ નોંધાવ્યો છે.એના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે તેથી તેમણે આ વખતે ચુંટણીનો બહિષ્કારનો નિર્ણય કર્યો છે.