નવસારી: વર્તમાન સમયમાં અકસ્માતો સિલસિલો ધીમે ધીમે ગ્રામ્ય સ્તરે વધી રહ્યો છે ત્યારે ચીખલી તાલુકાના વાંઝણા ગામમાં વાંગરવાડી રસ્તા પર આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે હોન્ડા સાઈન અને સ્પ્લેન્ડર વચ્ચે અકસ્માત થયો હતો અને બંને બાઈક ચાલકો ગંભીર રીતે ઘવાયા હતા.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ અકસ્માત ગઈ રાત્રીના ૮:૦૦ની આસપાસ થયો હતો જેમાં બંને બાઈકોના ચાલકોને ખુબ જ મોટા પ્રમાણમાં ઈજા થઇ હતી સ્થળ પર મોજુદ લોકોએ ૧૦૮ને જાન કરતા તેમને બંનેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

તાજેતરમાં મળેલી જાણકારી પ્રમાણે હાલમાં બંને બાઈક ચાલકો ખતરાથી બહાર છે આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થવાના કારણે બંને યુવાનોના પરિવારોના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો.