વલસાડ: રૂરલ પોલીસના ચોપડે દારૂની હેરાફેરીના કેસમાં સંડોવાયેલા નાસતા ફરતા 2 આરોપી બારડોલી અને ગુંદલાવથી ઝડપાઇ ગયા હતા. આ પૈકીના સુરત રહેતા એક આરોપીને બારડોલી પહોંચીને ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો અનુસાર વલસાડ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાની સૂચના અને DYSP ડી એમ.એન.ચાવડાના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપવા શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પો.કો. વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહને રૂરલના દારૂના કેસના નાસતા ફરતા આઇ-104,શ્રી એવન્યુ મહારાણા પ્રતાપ ચોકની બાજૂમાં પરવત પાટિયા સુરત ખાતે રહેતો રૂપેશ રવજી પટેલ બારડોલીમાં હોવાની બાતમી મળતા PSI જી.આઇ.રાઠોડ અને રૂરલ પોલીસની ટીમે તેને બારડોલીથી ઝડપી લેવામાં આવ્યા છે.
આ ગુનાખોરીમાં સંલગ્ન બીજા દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી અજીત રામસજીવન શર્મા, રહે,ગુંદલાવ ખાતેથી ઝડપી લીધો હતો આમ બંન્ને આરોપીને જેલભેગા કરવામાં આવ્યા છે. પોલીસે એમની સાથેની ટીમ જોડાયેલા બીજા સાગરીતોને શોધવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે