વલસાડ:  ભારતમાં ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯માં થયેલ જમ્મુ કાશ્મીર પુલવામાં આંતકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં  શહીદ ભારતીય સૈનિકોને શ્રધાંજલિના ભાગરૂપે નાનાપોંઢા યુવા મિત્રો તેમજ નાનાપોંઢા વેપારી મંડળ દ્વારા એક કેન્ડલ યાત્રા કાઢી શહીદોને શ્રધ્ધાંજલી  .

નાનાપોંઢામાં આયોજિત આ કેન્ડલ યાત્રામાં મોટી સંખ્યામાં યુવા મિત્રો તેમજ વેપારીઓ જોડાય હતા આ રેલીમાં નાનાપોંઢા ચાર રસ્તા સર્કલ ઉપર આવી મીણબત્તી સળગાવી બે મિનિટનું મૌન કરી શહીદ થયેલા ભારતીય સૈનિકોને ભાવભીની પૂર્વક શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ કેન્ડલ યાત્રામાં કપરાડા APMC ચેરમેન અને વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના ઉપ પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ, કપરાડા ભાજપ સંઘઠનના પ્રમુખશ્રી રમેશભાઈ ગાવિત, મુસ્લિમ સમાજના અગ્રણી નાશીરભાઈ પઠાણ, નાનાપોંઢા જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવાર ગુલાબભાઈ રાઉત, નાનાપોંઢા ડે.સરપંચ રતનભાઇ ચૌધરી, નાનાપોંઢા માજી સરપંચ રમતુભાઇ ચૌધરી, સામાજિક કાર્યકર મંગુભાઈ ગાવિત, સુનિલભાઇ ખરટ, મગનભાઇ ગાવિત તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ, ગ્રામજનો, યુવા મિત્રો હાજર રહ્યા હતા.