નવસારી: વાંસદા તાલુકાના દક્ષિણ ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં વાંસદા તાલુકાના ભાજપ કોંગ્રેસની સાથે બે અન્ય પક્ષો પણ પોતાની જીતની દાવેદારી નોધાવવા કમરકસી રહી છે  જેમાં એક ભારતીય ટ્રાયબલ પાર્ટી અને બીજી આમ આદમી પાર્ટી સમાવેશ કરવામાં આવી શકે.

હાલમાં આમ આદમી પાર્ટી પોતાના દાવેદારી નોધાવી ગ્રાઉન્ડ પર પોતાનો પ્રચાર પ્રસાર કરવામાં લાગી છે તેઓ ગામે- ગામ જનસભા સંબોધી રહ્યા છે અને દિલ્લીના CM કેજ્રીવાલની જેમ ડોર ટુ ડોર પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે આ પ્રકારની સભા વાંસદા તાલુકાના ગોદાબારી ગામમાં જનસભા સંબોધી હતી જેમાં પોતાની પાર્ટીના એજન્ડા અને લોકોને જો પોતાનો પક્ષ વિજયી બનશે તો લોકોની સમસ્યામાં દુર કરવામાં હંમેશા તત્પર રહશે. જુઓ વિડીયો…

આવનારો સમય જ બતાવશે કે સ્થાનિક સ્વરાજની ચુંટણીનું પરિણામ આવશે લોકો વિજયનો કળશ કોના પર ઢોળશે વાંસદા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખનું કહેવું છે કે લોકો હવે સ્થાનિક સ્તરે પરિવર્તનની લહેર લાવવા ઉત્છુક છે તેઓ આ વખતે જરૂર ભાજપ અને કોંગ્રસને પોતે આપેલા વચનો પુરા ન કરવા માટેનો દંડ એમને મત ન આપીને લેશે. આ વખતે લોકોનો નિર્ણય સૌને ચોકાવનારો હશે એ નિશ્ચિત છે