કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડુતો આજે દેશવ્યાપી ચક્કાજામ કરવા જઈ રહ્યાં છે. સંયુક્ત કિસાન મોર્ચાએ દેશભરમાં આજે બપોરે 12 થી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરવાનું એલાન કર્યું છે ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે થનારા આ ખેડુતોના ચક્કાજામને સમર્થન કર્યું છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ખેડુતોનો શાંતિપૂર્ણ સત્યાગ્રહ દેશહિતમાં છે. આ ત્રણ કાનુન માત્ર ખેડુત-મજુર માટે નહી, પરંતુ જનતા અને દેશ માટે પણ ઘાતક છે. પૂર્ણ સમર્થન.
अन्नदाता का शांतिपूर्ण सत्याग्रह देशहित में है- ये तीन क़ानून सिर्फ़ किसान-मज़दूर के लिए ही नहीं, जनता व देश के लिए भी घातक हैं।
पूर्ण समर्थन!#FarmersProtests
— Rahul Gandhi (@RahulGandhi) February 6, 2021
26મી જાન્યુઆરીની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને જોતા દિલ્હી પોલીસે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. જેનાથી અસામાજીક તત્વો રાજધાનીમાં ઘુસી શકે નહી. ખેડુતોના પ્રસ્તાવિત ચક્કાજામ પહેલા રાજધાનીની બધી જ બોર્ડર પર સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવે છે.