ભારતમાં શુક્રવાર મોડી સાંજથી ટ્વિટર સર્વર ડાઉન થવાની ફરિયાદો સામે આવી રહી છે. એવામાં અનેક યૂઝર્સને ખુબ જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોબાઈલ, કોમ્પ્યુટર અને લેપટોપ સહિત અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પર ટ્વિટરનું નવું પેજ ખોલવા, પેજને રિફ્રેશ કરવાની સાથે લોગિનમાં સમસ્યા આવી રહી છે. ડાઉનડિડેક્ટર અનુસાર, મોટાભાગના ટ્વિટર યૂઝર્સને વેબસાઈટ પર સમસ્યા આવી રહી છે, જ્યારે કેટલીક Android appમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે iOS appના યૂઝર્સ તરફથી આવી ફરિયાદો ઓછી મળી છે.
ઈન્ડિયા ટૂડે અનુસાર ટ્વિટર iPhoneમાં સારી રીતે કામ કરી રહ્યું છે, જ્યારે Android વર્જનમાં ધીમે-ધીમે લોડ થઈ રહ્યો છે અને સમય લઈ રહ્યો છે. આવી જ સમસ્યા ડેસ્કટોપ ઉપર પણ આવી રહી છે. સર્વર ડાઉન હોવાથી હેરાન યૂઝર્સ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ઉપર ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે. ટ્વિટર સર્વર ડાઉન હોવાથી જોડાયેલા મીમ્સ પણ ખુબ જ શેર કરવામાં આવી રહ્યાં છે. આ સમસ્યા મોડી સાંજ થી ચાલું થઈ છે. જ્યારે ટ્વિટરનું સર્વર ડાઉન થયું છે.
પાછલા વર્ષ 28 ઓક્ટોબરમાં પણ ટ્વિટરનું સર્વર ડાઉન થયું હતું, જેના કારણે યૂઝર્સ ખુબ જ હેરાન થયા હતા. તે સમયે મલેશિયા અને ઈન્ડોનેશિયા સહિત અનેક દેશોમાં ટ્વિટ યૂઝર્સને આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.