પ્રજાસત્તાક દિવસના અવસરે ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત કરી. સિવિલ લાઈન્સ ટ્રોમા સેન્ટર પહોંચેલા અમિત શાહે ઘાયલોના હાલચાલ જાણ્યા. ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા અંગે દિલ્હી પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે અને કેસ પણ દાખલ કરાયા છે.
Delhi: Union Home Minister Amit Shah meets Police personnel – injured in the violence during farmers' tractor rally on January 26th – at Sushruta Trauma Centre, Civil Lines. pic.twitter.com/6AL9ENuM09
— ANI (@ANI) January 28, 2021
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હી પોલીસના ઘાયલ જવાનોને મળ્યા. દિલ્હીમાં ગણતંત્ર દિવસે યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં ભડકી ઉઠેલી હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેમાંથી કેટલાક સુશ્રુત ટ્રોમા સેન્ટરમાં દાખલ છે. અમિત શાહે તેમની મુલાકાત કરી. ઉલ્લેખનીય છે કે આ હિંસામાં 300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 25 જેટલી FIR દાખલ થઈ છે.