વાંસદા: વાંસદા સ્ટેટનાં મહારાજા પ્રતાપસિંહજીએ વર્ષ 1920માં સ્થાપેલી ૧૦૦ વર્ષ જૂની શ્રી પ્રતાપ હાઇસ્કુલના પટાંગણમાં પાવન પ્રજાસત્તાક દિન પ્રસંગે મંગળવારે સવારે ૯ : ૧૫ કલાકે વનપંડિત માન. શ્રી અનુપસિંહ જી સોલંકીના વરદ હસ્તે પરંપરા પ્રમાણે ધ્વજવંદન કરવામાં આવ્યું.
સરકારની કોરોના કાળમાં પ્રસારિત કરવામાં આવેલી ગાઈડલાઈન્સને ચુસ્તપણે અનુસરીને ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને ગણતરીની સંખ્યામાં બોલાવવામાં આવ્યા હતા આ ઉપરાંત પ્રમુખશ્રી નટવરલાલ પંચાલ ઉપપ્રમુખ રાજેશભાઈ ગાંધી આચાર્ય મહેન્દ્રસિંહ પવાર મંત્રીશ્રી ધર્મેન્દ્રભાઈ પુરોહિત આચાર્ય મહેશભાઈ બઢે આચાર્ય દિવ્યાબેન દેસાઈ તથા મંડળના તમામ કારોબારી સભ્યોએ પણ કાર્યક્રમમાં હાજરી આપ હતી.
વાંસદાના શિક્ષણને પ્રાધાન્ય આપનાર પ્રજાવત્સલ રાજવી સ્વર્ગીય મહારાજા પ્રતાપસિંહજી સોલંકીએ વર્ષ 1920 માં વાંસદા સ્ટેટમાં વર્ણાક્યુલર શાળા સ્થાપી હતી.જુદા જુદા વિસ્તારોમાંથી આવતા તથા વાંસદાના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. રાજ્યમાં શિક્ષણના વિકાસપથ પર આજે પ્રતાપ હાઇસ્કુલે 100 વર્ષ પૂર્ણ કર્યા છે. શાળાના હજારો વિદ્યાર્થીઓએ દેશ-વિદેશમાં કાઠું કાઢી શાળાને ગૌરવાન્વિત કરી છે.