ગુજરાત રાજ્ય સહીત નર્મદા જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એન શાહના નેતૃત્વમાં આર.એ.સી, એચ કે વ્યાસના માર્ગદર્શના હેઠળ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણી માટે સજ્જ કરી દેવામાં આવ્યા છે જેમાં મતદાર યાદી તૈયાર કરી દેવામાં આવી છે.
તાલુકા પંચાયતો માટે 10 ચૂંટણી અધિકારી અને 10 મદદનીશ ચૂંટણી અધિકારી, જિલ્લા પંચાયત માટે 5 ચૂંટણી અધિકારી અને 10 મદદનીશ ચૂંટણી અધિકરીઓ નક્કી કરી જવાબદારીઓ સોંપવામાં આવી છે. એટલું જ નહિ પાલિકામાં પણ એક ચૂંટણી અધિકારીઓ ને જરૂરી સત્તા સોંપી નિષ્પક્ષ કામગીરી માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે સુરક્ષાને લઈને પણ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ સાથે બેઠક કરી સંવેદનશીલ મતદાન મથકો સહીત સુરક્ષા સીસીટીવી કેમેરા જાહેર સભાઓ વિડીયો ગ્રાફી સહિતની કામગીરી સોંપવામાં આવી છે.