પ્રજાસત્તાક દિવસ પર કિસાનોની ટ્રેક્ટર રેલીએ હિંસક પ્રદર્શનનું રૂપ લઈ લીધુ છે. દેશની રાજધાની દિલ્હીથી કિસાન અને પોલીસ વચ્ચે ઘર્ષણની ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે. પ્રદર્શનકારીઓના ટોળાએ લાલ કિલામાં કૂચ કરી ઝંડો ફરકાવ્યો છે. સ્તિતિ કાબુમાં કરવાનો પ્રયાસ કરી રહેલી પોલીસ પર ટ્રેક્ટર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ વચ્ચે નેતા અને સંયુક્ત કિસાન મોર્ચાના સભ્ય યોગેન્દ્ર યાદવ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. યોગેન્દ્ર યાદવે કિસાનોને અપીલ કરી છે કે તે કોઈ પ્રકારની હિંસા અને તોડફોડમાં સામેલ ન થાય.
યોગેન્દ્ર યાદવે કહ્યુ, જો કોઈ વર્દીવાળા જવાન પર વાહન ચઢાવવાનો પ્રયાસ કર્યો તો તે નિંદનીય છે, સંપૂર્ણ રીતે અનુશાસનથી બહાર છે. આ ધૃણિત છે અને સ્વીકાર્ય નથી. અમે વારંવાર અપીલ કરતા રહ્યા છીએ કે વર્દીમાં જે જવાન છે તે કિસાન છે અને અમારે તેની સાથે કોઈ ઝગડો નથી. જો કોઈપણ હરકત થઈ છે તો અમે તેની નિંદા કરીએ છીએ.
પ્રદર્શનકારીઓને અપીલ કરતા યોગેન્દ્ર યાદવે કહ્યુ, બીજીવાર અપીલ કરુ છું કે સંયુક્ત કિસાન મોર્ચાના તમામ કિસાનોને પોલીસે જે રૂટ આપ્યો છે. તેમાં પ્રદર્શન કરે. આપણા તરફથી કોઈ હિંસા કે તોડફોડ ન થાય. યોગેન્દ્ર યાદવે કહ્યુ, હું જાણુ છું કે 90 ટકા લોકોએ શાંતિ રાખી પરંતુ 2-5 ટકા લોકોને કારણે આંદોલન બદનામ થઈ રહ્યું છે.
વધુમાં યોગેન્દ્ર યાદવે કહ્યુ, અમે તપાસ કરીશું કે આંદોલનમાં હિંસા કોણે ફેલાવી, કિસાનોની બબાલ શરમનો વિશય છે, લાલ કિલ્લાના પ્રાચીરમાં કિસાનોનો ઝંડો ફરકાવવો ખોટો છે. પ્રદર્શનકારી કિસાનોને શાંતિની અપીલ કરુ છું.