ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 410 નવા કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું મોત થયું છે જયારે 704 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 96.51 ટકાએ પહોંચ્યો છે.

ગુજરાતમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ કોર્પોરેશન 89, સુરત કોર્પોરેશન 69, વડોદરા કોર્પોરેશન 65, રાજકોટ કોર્પોરેશન 45, વડોદરા 21, સુરત 16, રાજકોટ 14, કચ્છ 10, ભરૂચ 7, જુનાગઢ કોર્પોરેશન 7, દાહોદ 6, મહેસાણા 6, ગાંધીનગર 5, ગાંધીનગર કોર્પોરેશન 4, જૂનાગઢ 4, પંચમહાલ 4, સાબરકાંઠા 4, અમદાવાદ 3, જામનગર 3, જામનગર કોર્પોરેશન 3, મોરબી 3, પોરબંદર 3, અમરેલી 2, આણંદ 2, ભાવનગર કોર્પોરેશન 2, ગીર સોમનાથ 2, ખેડા 2, મહીસાગર 2, સુરેન્દ્રનગર 2, અરવલ્લી 1, છોટા ઉદેપુર 1, દેવભૂમિ દ્વારકા 1, નવસારી 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો દર 96.51 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે.

ગુજરાતમા હાલ 4,665 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 48 છે. જ્યારે 4,617 લોકો સ્ટેબલ છે. 2,50,056 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4376 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 01 વ્યક્તિનું મોત નિપજ્યું છે. મહિસાગરમાં 01 વ્યક્તિનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.