ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 451 કેસ નોંધાયા છે. જેની સામે 700 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે 2 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4374 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.28 ટકા છે. રાજયમાં આજે 11,352 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 47,203 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
ગુજરાતમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 91, સુરતમાં 96, વડોદરામાં 92, રાજકોટમાં 51, કચ્છમાં 15, ગાંધીનગરમાં 12, ભરુચમાં 11, પંચમહાલમાં 8, દાહોદ, સાબરકાંઠામાં 7-7, ગીર સોમનાથ, ખેડા અને મોરબીમાં 6-6 કેસ સહિત કુલ 451 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કારણે 2 દર્દીઓના મોત થયા છે. એક મોત અમદાવાદ અને એક મોત ડાંગમાં થયું છે. બીજી તરફ અમદાવાદમાં 181, સુરતમાં 124, વડોદરામાં 188, રાજકોટમાં 88, દાહોદમાં 16, ગાંધીનગરમાં 14, જૂનાગઢમાં 13, જામનગરમાં 8 સહિત 700 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
ગુજરાતમાં અત્યારે કુલ 5240 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 51 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 5189 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,48,650 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.