પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વર્તમાન સમયમાં ગુજરાત અને દેશમાં ચાલી રહેલું રાજકારણ સમજ બાહર જઈ રહ્યું હોય એમ લાગે છે અત્યાર સુધી કોંગ્રસના કાર્યકરો ભાજપમાં જતા હતા હવે ભાજપના કાર્યકરો કોંગ્રેસનો હાથ ઝાલવા લાગ્યા છે. આજે બારડોલી પંથકના ભાજપના વર્ષો લગભગ 200 જેટલા જુના કાર્યકરો, આગેવાનોએ 26 વર્ષથી પહેરેલો ભાજપનો ખેસ ઉતારીને કોંગ્રેસના પંજાનો હાથ પકડયો છે તેઓએ આજે કોંગ્રેસના પીઢ આગેવાનોની હાજરીમાં તમામને વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે.

આજ રોજ મળતી માહિતી પ્રમાણે મઢીના ડેપ્યુટી સરપંચ, સુરાલીના પંચાયત સભ્ય મસાડ, ઝરીમોરા અને બામણીયા ગામના સરપંચો, વાંસકુઇના માજી સરપંચ, 20 થી 25 વર્ષ જૂના ભાજપના કાર્યકરો, સહકારી ક્ષેત્રના આગેવાનો, વ્યાપારી આગેવાનો જેવા મળીને 200 જેટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે.

આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો તુષાર ચૌધરી, સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઇ ચૌધરી, દર્શનભાઇ નાયક, પ્રદેશ મહામંત્રી સ્વાતિ પટેલ, મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન ચૌધરી, માજી ધારાસભ્યઓ ઇશ્વરભાઇ વહિયા તથા અનિલભાઇ પટેલ, તાલુકા પ્રમુખ ગણપતભાઇ સહિતના મહાનુભાવો અને અન્ય કોંગ્રેસી કાર્યકર્તા હાજર રહ્યા હતા.

હવે નિર્ણય પ્રજાએ લેવાનો છે સમય સાથે બદલાતા આ નેતાઓને સાથ આપવો કે ન આપવો. આવનારી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જનમત શું હશે એ તો સમય જ નક્કી કરશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.