વર્તમાન સમયમાં ડ્રેગન ફ્રૂટ તરીકે ખ્યાતનામ ફળ ગુજરાતમાં કમલમ ફ્રૂટના નામે ઓળખાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ડ્રેગન ફ્રૂટ કમળ જેવું દેખાય છે, માટે આ ફ્રૂટનું નામ સંસ્કૃત શબ્દ કમલમ પર રાખવામાં આવે છે. ચાઈનીઝ ડ્રેગન ફ્રૂટ હવે ગુજરાતમાં કમલમ નામે ઓળખાશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દક્ષિણ ગુજરાતના નવસારીની આસપાસના વિસ્તારોમાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. નવસારીની આસપાસના વિસ્તારોમાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે અહીં વિશાળ માત્રામાં ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. સરકારનું માનવું છે કે કોઈપણ ફ્રૂટમાં ડ્રેગન શબ્દનો ઉપયોગ ના થવો જોઈએ. લાલ અને ગુલાબી રંગના આ ફળને હવે ગુજરાતમાં કમલમ નામ આપવામાં આવ્યું છે.
મજાની વાત એ છે કે ગુજરાતમાં ભાજપની ઑફિસનું નામ પણ કમલમ જ છે. ગુજરાત વન વિભાગ દ્વારા ઈન્ડિયન કાઉંસિલ ઑફ એગ્રીકલ્ચર રિસર્ચને આ ફળનું નામ કમલમ કરવા માટે એક અરજી મોકલવામાં આવી છે. આ ફળ કમળ જેવું દેખાઈ રહ્યું છે અને ખેડૂતો તેને કમળ તરીકે ઓળખી રહ્યા છે, માટે રાજ્ય સરકાર દ્વારા તેને કમલમ નામ આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
૨૬ જુલાઈ મોદીએ ૨૦૨૦માં પોતાના કાર્યક્રમ મન કી બાતમાં આ ફળનો ઉલ્લેખ કર્યો હતો. મંગળવારે રાજ્ય સરકારે આ ફ્રૂટને કમલમ્ નામ અપાવવા માટે દરખાસ્ત પણ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં આ ફ્રૂટનું નામ કમલમ્ ફ્રૂટ રાખવાની જાહેરાત આજે કરી છે.