પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

અમદાવાદ: ગુજરાતમાં આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૯૦ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ ૨ લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૪૩૭૧ પર પહોંચી ગયો છે. ગુજરાતમાં હાલની કોરોના સ્થિતિ જોઈએ તો ૫૭૪૮ એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ ૨,૪૭,૨૨૩ લોકોને ડિસ્ચાર્જ થયેલા છે. રાજ્યમાં હાલ ૫૧ દર્દી વેન્ટીલેટર પર છે અને ૫૬૯૭ લોકો સ્ટેબલ થયા છે. કોરોના સંક્રમણનું પ્રમાણ ગુજરાતમાં ધીમે ધીમે સતત ઘટાડો દેખાય રહ્યો છે.

ગુજરાતમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં ૨ લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં ૮૧, વડોદરા કોર્પોરેશનમાં ૭૧, રાજકોટ કોર્પોરેશનમાં ૫૩, વડોદરા ૨૩, સુરત ૧૭, રાજકોટ ૧૨, કચ્છ ૧૪, ભાવનગર કોર્પરેશનમાં ૧૦, મહેસાણામાં-૧૦, ગાંધીનગરમાં ૮ અને દાહોદમાં ૭ કેસ થયા અહેવાલો પ્રાપ્ત થયા છે.

આજે ગુજરાતમાં કુલ ૭૦૭ દર્દીઓ સાજા છે. વર્તમાનમાં સાજા થવાનો દર ૯૬.૦૭ ટકા જોવા મળે છે. હાલમાં ગુજરાતમાં  જુદા-જુદા જિલ્લામાં ૪,૬૯,૯૯૯ વ્યકિતઓને ક્વોરન્ટાઈન થયા છે.