google (ઈન્ડિયા) એ એક અહેવાલ આપ્યો છે કે, તેણે ભારતમાં પ્લે સ્ટોરમાંથી ઘણી પર્સનલ લોન એપ્સને દૂર કરી છે, જે વપરાશકર્તાઓની સલામતી નીતિનું ઉલ્લંઘન કરી રહી છે. આ એપ્સ સલામતી નીતિના ઉલ્લંઘન સાથે ઓનલાઇન લોન સેવા પ્રદાન કરી રહી હતી. ગૂગલે એક બ્લોગ પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે તે સરકાર અને વપરાશકર્તાઓ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે 100 થી વધુ પર્સનલ લોન એપ્સની સમીક્ષા કરી રહી છે.

ગૂગલનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ઘણા વપરાશકર્તાઓએ કંપનીઓને ટૂંકા ગાળાની લોન આપવાની ફરિયાદ કરી છે કે, તેઓ તેમને પરેશાન કરી રહ્યા છે. કેટલાક અસરગ્રસ્ત ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો કે ઘણી પર્સનલ લોન ધિરાણ એપ્લિકેશનો તેમની સંપર્ક વિગતો એક્સેસ કરી રહી છે. તેનો ઉપયોગ રિકવરી એજન્ટો દ્વારા તેમને ધમકી આપવા માટે કરવામાં આવી રહ્યો હતો.

ગૂગલે પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવેલી એપ્લિકેશનોની સંખ્યા જાહેર કરી નથી. જો કે, ફિનટેક નિષ્ણાત શ્રીકાંત એલએ જણાવ્યું છે કે, ગૂગલે છેલ્લા 10 દિવસમાં ઓછામાં ઓછી 118 ડિજિટલ લોન એપ્લિકેશનને દૂર કરી છે. ગૂગલે આવી ઘણી પર્સનલ લોન એપ્લીકેશનને કહ્યું છે કે, તે સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કેવી રીતે કરે છે તેની જાણ કરે. જે એપ્સ અત્યાર સુધી જાણ નથી કરી તેમને નોટિસ આપ્યા વિના રીમુવ કરવામાં આવી છે. આ માહિતી એન્ડ્રોઇડ સિક્યુરિટી અને ગોપનીયતાના વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા આપવામાં આવી છે. રોયટરોએ તેની તપાસમાં શોધી કાઢ્યું છે કે, ગૂગલ પ્લે પર ઓછામાં ઓછી 10 ભારતીય અગ્રણી એપ્લિકેશનોએ આ અંગે હજી સુધી કોઈ માહિતી આપી નથી.