અમેરિકન કોંગ્રેસે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડનની જીત પર બંધારણીય મહોર મારી દીધી છે. કોંગ્રેસે કાઉન્ટિંગમાં બાઇડનને વિજેતા જાહેર કર્યા છે. બાઇડન ઉપરાંત કમલા હૈરિસને પણ ઉપ રાષ્ટ્રપ્રમુખ પદ માટે વિજેતા જાહેર કરવામાં આવી છે. આ પહેલા સેનેટ અને કોંગ્રેસે જ્યોર્જિયા, પેન્સિલ્વેનિયા, નેવાડા અને એરિઝોનાથી જોડાયેલા રિપબ્લિકન નેતાઓના કાઉન્ટિંગ રોકવા સંબંધિત પ્રસ્તાવોને વારા ફરથી ફગાવી દીધા હતા.
માઈક પેંસે એલાન કર્યુ કે 20 જાન્યુઆરીએ જો બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ સાથે જો બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બની જશે. બાઈડનની જીત પર લાગેલી મહોર 270 ચૂંટણી મતોના પ્રમાણિત થયા બાદ ઈસેક્ટોરલ કોલેજમાં જો બાઈડનની જીતની પુષ્ટિ થઈ છે. હવે જો બાઈડન સંયુક્ત રાજ્ય અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ હશે. માઈક પેંસે એલાન કર્યુ કે 20 જાન્યુઆરીએ જો બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
આ પહેલા ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ હિલ બિલ્ડિંગમાં ઘૂસીને કાઉન્ટિંગની પ્રક્રિયાને રોકવા માટે હિંસા કરી હતી જેમાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે. બાઇડનને વિજેતા જાહેર કરી ઉપ રાષ્ટ્રપ્રમુખ પેન્સે કહ્યું કે હવે સૌએ પોતાના કામ પર પરત લાગી જવું જોઈએ.
પેન્સિલ્વેનિયામાં બાઇડનની જીત પર વાંધો ઉઠાવવા સામે અમેરિકાની સંસદના ઉપર ગૃહ સેનેટ 92-7ના બહુમતથી ફગાવી દીધું. સાંસદ હોલમાં બોલવાનો સમય પૂરો થયા બાદ સેનેટ નેતા મિચ મેક્કોનલે આ મુદ્દે ચર્ચા બંધ કરી દીધી. મેક્કાનેલે કહ્યું કે, આજ રાત્રે ચૂંટણી પર કોઈ વધુ પડકારની આશા નથી. જોકે સાંસદો વાંધોઓ પર હજુ ચર્ચા કરી રહ્યા છે. આ પહેલા એરિઝોના અંગે ઉઠાવવામાં આવેલો વાંધી પણ સંસદે ફગાવી દીધો હતો.