બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ વિરુદ્ધ BMCએ એક્શન લેતા પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આરોપ છે કે, સોનૂ સૂદે જુહૂ સ્થિત એક છ માળની રહેણાક બિલ્ડિંગને પરવાનગી વગર હોટલ બનાવી દીધી છે. આ અંગે BMCનું કહેવું છે કે, એક્ટરે આમ કરતાં પહેલાં કોઇની પરવાનગી લીધી નથી. BMCએ પોલીસમાં દાખલ ફરિયાદમાં કહ્યું કે, સોનૂ સૂદ વિરુદ્ધ મહારાષ્ટ્ર રીજન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ એક્શન લેવું જોઇએ. BMCનું કહેવું છે કે, એક્ટરે મહારાષ્ટ્ર રીઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટનાં સેક્શન 7 હેઠળ દંડનીય અપરાધ કર્યો છે.
BMC તરફથી 4 જાન્યુઆરીનાં જુહૂ પોલિસ સ્ટેશન પર દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, AB નાયર રોડ પર સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગમાં વગર પરવાનગીએ હોટલમાં તબ્દીલ કરી દીધી છે. નિયમો મુજબ, શક્તિ સાગર એક રહેણાંક બિલ્ડિંગ છે. અને તેનો કોમર્શિયલ ઉદ્દેશથી ઉપયોગ ન કરી શકાય.
Maharashtra: Brihanmumbai Municipal Corporation (BMC) has filed a police complaint against actor Sonu Sood (in file photo) for allegedly converting a six-storey residential building in Juhu into a hotel without BMC's permission. pic.twitter.com/49FU1Y3iGJ
— ANI (@ANI) January 7, 2021
ફરિયાદમાં BMCએ કહ્યું છે કે, સોનૂ સૂદે પોતે જમીનનાં ઉપયોગમાં જે બદલાવ કર્યો છે તે ઉપરાંત પ્લાનમાં અતિરિક્ત નિર્માણ કરતાં રહેણાંક બિલ્ડિંગને રેસિડેન્શીયલ હોટલની બિલ્ડિંગમાં બદલી નાંખી છે. આ માટે તેણએ ઓથોરિટીનાં જરૂરી ટેકનીકી મંજૂર પણ લીધી નથી.
આ મામલે સોનૂ સૂદે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તેણે પહેલાં જ BMCનાં યૂઝર ચેન્જ માટે પરમિશન લીધી હતી. અને હવે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીથી મંજૂરી મળવાનો ઇન્તેઝાર તે કરી રહ્યો હતો.