જો તમે તમારુ વોટ્સએપ ચાલુ રાખવા માંગો છો, તો તમારે તેના નવા નિયમો માનવા પડશે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાની પૉલિસીમાં પરિવર્તન કરવા જઈ રહ્યું છે. આ વાતની જાણકારી વોટ્સએપ યુઝર્સને મંગળવારે મોડી રાતથી આપવાની શરૂ કરી દીધી છે.
વોટ્સએપ દ્વારા પોતાના યુઝર્સને ઈન-એપ નોટિફિકેશન મોકલીને પોતાની પૉલિસીમાં થનારા ફેરફાર વિશે જણાવી રહ્યું છે. વોટ્સએપ યુઝર્સ જો આ પ્લેટફોર્મનો ઉપયોગ ચાલુ રાખવા માંગે છે, તો તેમણે 8 ફેબ્રુઆરી 2021 સુધી કંપનીની અપડેટેડ ટર્મ્સ અને પૉલિસી માનવી પડશે. જે લોકો વોટ્સએપના નવા અપડેટને નહીં સ્વીકારે કંપની તેમનું એકાઉન્ટ ડિલીટ કરી દેશે, પરંતુ અત્યારે તમને અપડેટમાં “NOT NOW”નું પણ ઑપ્શન દેખાઈ રહ્યું હશે. એટલે કે, જો તમે આ નવી પૉલિસીને થોડા સમય માટે એક્સ્પેક્ટ નહીં કરો, તો પણ તમારું એકાઉન્ટ ચાલુ રહેશે. જો કે પછી પાછળથી તમારુ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે.
જો તમે વોટ્સએપની આ નવા પૉલિસી અપડેટ વિશે વધારે જાણવા માંગો છો, તો વોટ્સએપની વેબસાઈટ પર જઈને વિગતે વાંચી શકો છો. કંપનીએ પોતાની સાઈટ પર સમગ્ર જાણકારી આપતા જણાવ્યું કે, ખરેખર શું બદલાઈ રહ્યું છે.