નવસારી: વાંસદા તાલુકામાં હાલમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારના લોકોને વગર વ્યાજની સબસીડી સાથે લોન અપાવવાની લાલચ આપી પંથકમાં એજન્ટો અને સબ એજન્ટોએ ઉઘરાણું કરી દીધું કરવામાં આવી રહ્યું હતું પરંતુ તાલુકાના વાંદરવેલા ગામના જાગૃત નાગરીકો દ્વારા સત્યતા ચકાસવા આ ઘટના સામે આવી છે.
વાંસદા તાલુકામાં આ ઘટના પહેલા પણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટની લોભામણી સ્કીમમાં લોકોના કરોડો રૂપિયા સલવાયા છે બીજું બોર કરી આપવાના સ્કીમના પણ વિવાદ પણ હજુ સ્થાનિક સ્તરે યથાવત છે ત્યાં જ વાંસદાના ગામોમાં એક નવી સ્કીમ સાથે ઉઘરાણું કરતા એજન્ટો સક્રિય થયા છે ત્યારે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત સો તિસત યથાર્થ સાબિત થઇ રહી છે
તાલુકાના વાંદરવેલા પંથકમાં છેલ્લા કેટલાંક દિવસોથી એક નવી સ્કીમ સાથે એજન્ટો સક્રિય થઇ ગયા હતા એક NGOનું નામ ધરી તેના કર્મચારી હોવાનું જણાવી લોન અપાવી સબસીડી પણ અપાવવાની વાત કહી ફોર્મ ભરાવી ઉઘરાણું કરતા હતા રવિવારના રોજ તાલુકાના વાંદરવેલા ખાતે લોકોને આ લોન અપાવવાની સ્કીમ એજન્ટ આપતો હતો તે દરમિયાન આ વાતની જાણ જાગૃત નાગરિકોને થતા તેઓએ આ એજન્ટોનો ઘેરો ઘાલી સત્યતા ચક્સવા માટે સવાલોનો મારો ચલાવ્યો હતો જેમાં એજન્ટ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો
વગર વ્યાજે સહાય આપવાની લોભામણી સ્કીમની લાલચમાં આવી તાલુકાના અનેક લોકો રૂપિયા ૧૯૦૦ ભરી ચુક્યા છે અને લોનની આશા લઇ બેઠા છે આ બાબતે તપાસ કરવામાં આવે તો ૧૯૦૦ રૂપિયા ભરનારા ઓનો આંક તાલુકામાં મોટી સંખ્યામાં હોવાનું હાલમાં જણાય રહ્યું છે.
વગર વ્યાજની લોન અને સબસીડી અપાવવાના એનજીઓ આ નામે થતા ઉઘરાણા કરી ઉઠામણાં કરી બાબતે રાજ્યમાં વડોદરા સહીતના શહેરોમાં પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે. તાલુકાના સ્થાનિક લોકોએ આવી લોભામણી સ્કીમ સામે સાવચેતી રહેવાની જરૂર છે. તંત્રએ પણ આવી લોભામણી સ્કીમ આપનારા ઉઠામણું કરે તે પહેલા જ ડામી દેવા જોઈએ. હવે વહીવટી તંત્ર શું નિર્ણય હવે જોવું રહ્યું.

