ગુજરાતમાં 24 કલાકમાં કોરોના 804 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 6 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં નવા કેસની સંખ્યા ઘટી રહી છે ત્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 999 દર્દી સાજા થયા છે. આજના કેસની સંખ્યા ઉમેરતા રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,43,495 થઈ ગયો છે.
રાજ્યમાં 24 કલાકમાં નવા નોંધાયેલા કેસ અમદાવાદમાં 170, સુરતમાં 156, વડોદરામાં 130, રાજકોટમમાં 91, કચ્છમાં 23, મહેસાણામાં 21, બનાસકાંઠામાં 10, પંચમહાલમાં 18, ખેડામાં 15, ભાવનગરમાં 7 ગાંધીનરમાં 24, જૂનાગઢમાં 13, સાબરકાંઠામાં 10, ભરૂચમાં 18, દાહોદમાં 18 કેસ નોંધાયા છે. આણંદમાં 9, ગીરસોમનાથમાં 4, મોરબી અને નર્મદામાં 3-3, મહીસાગરમાં 7, અમરેલીમાં 5, સુરેન્દ્રનગરમાં 4, બોટાદમાં 1, અરવલ્લીમાં 3, જામનગરમાં 8, નવસારીમાં 5, છોટાઉદેપુરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 3, પોરબંદરમાં 2, વલસાડમાં 1, ડાંગમાં 3, તાપીમાં 1, પાટણમાં 7 મળીને કુલ 804 કેસ નોંધાયા છે.
રાજ્યમાં હાલમાં કુલ 10021 કેસ એક્ટિવ છે અને સારવાર લઈ રહ્યા છે. જ્યારે 62 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ કેસ પૈકીના 9958 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે કુલ 229143 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે વધુ 7 દર્દીનાં મોત થતા કુલ મૃત્યુ આંક 4295 પર પહોંચ્યો છે.
રાજ્યમાં આજે અમદાવાદમાં 3, બનાસકાંઠા, સુરત, બોટાદ અને સુરત શહેરમાં 1-1 મોત થયા છે, આમ કુલ 7 દર્દીનાં નિધન થતાની સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજ્યનો રિકવરી રેટ 94.12 ટકા પહોંચ્યો છે જ્યારે આજે પણ વધુ 53,389 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ 5,20,340 વ્યક્તિ હજુ હોમ ક્વૉરન્ટાઇન હેઠળ છે. જ્યારે 113 વ્યક્તિ સરકારી ફેસેલિટીમાં ક્વૉરન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.