મોદી કેબિનેટ આજે અનુસુચિત જાતીની વિદ્યાર્થીઓના શિક્ષણ માટે મોટો નિર્ણય લીધો છે. અનુસુચિત જાતી(SC) વિદ્યાર્થીઓ માટે ૫૯,૦૦૦ કરોડની પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિની યોજના મંજુરી આપવામાં આવી છે આ યોજનાથી ૪ કરોડ થી પણ વધારે વિદ્યાર્થીઓને ફાયદો મળશે. શિષ્યવૃત્તિ માટે ૬૦ ટકા કેન્દ્ર અને ૪૦ ટકા રાજ્ય તરફથી આપવામાં આવશે
મોદી કેબિનેટના આ નિર્ણયની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી મોદી કેબીનેટ એ આજે ભારતમાં DDH સેવાઓ આપવા માટે દિશા-નિર્દેશો માં સંશોધનને પણ મંજુરી આપી DDH લાઈસન્સ ૨૦ વર્ષ સુધી ચાલુ રહશે.
DDHના ક્ષેત્રના ૧૦૦ ટકા એફ ડી આઈમાં લાવામાં આવ્યો છે.પહેલા વાણીજ્ય મંત્રાલયને ૧૦૦ ટકા વિદેશી રોકાણ માટે મંજુરી આપી હતી પણ સૂચના પ્રસારણ મંત્રાલયની ગાઈડલાઈન્સના કારણે તે સંપૂર્ણ પણે અમલમાં લાવી શકાયું ન હતું હવે એને સંપૂર્ણ લાગુ કરવાનો રસ્તો કેબિનેટે સાફ કરી દીધો છે. હવે આ નિર્ણય પર જનમત શું પ્રગટ થશે એ જોવું રસપ્રદ રહશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.