આઝાદીની 75 વર્ષ થવા આવ્યા પરંતુ ગુજરાતના છેવાડાના ગામડા હાલ પણ વિકાસ માટે ઝંખી રહ્યા છે. વાત કરીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાંથી બહાર જવા માટે પૂલ ના બનતા ડેડિયાપાડા તાલુકાના લાડવા ગામેથી મોજરા ગામ વચ્ચે કરજણ નદી પર લાડવા ગામના સરપંચની મદદથી લોકોએ જાતે કોઝવે સમાન નાળું બનાવ્યું હતું.
ડેડીયાપાડા તાલુકાના ઘણા ગામડાંઓ એવા છે કે જેમાં ગામમાંથી બહાર આવવા માટે પાકા રસ્તા કે પૂલ બન્યા નથી જેના કારણે આદિવાસી જનતા ખૂબ જ મુશ્કેલીનો સામનો કરીને ૨૦ થી ૨૫ કિલોમીટરનો ફેરો કરીને તાલુકા મથકે, જિલ્લા મથકે અને અન્ય ગામોમાં જવા માટે ભારે મુશ્કેલી આ નદી પર વેઠવી પડતી હતી. ઘણી વાર રજૂઆતો કરી લેખિત ફરિયાદો કરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી ન હાલતા આ વિસ્તારમાં મુશ્કેલીઓનો સામનો કરતા લાડવા ગામના સરપંચ દીવાનજી વસાવા પોતાનું જે.સી.બી. દ્વારા યોગદાન આપી તેમજ ગ્રામ જનોએ શ્રમ દાન આપી આ નદી પર નાનો પૂલ બનાવી ગ્રામજનોને પડતી મુશ્કેલી દુર કરી છે. તેઓએ ગામના તેમજ બહાર ગામના લોકો માટે લાડવાથી મોજરા ગામ વચ્ચે મોટી તરાવ નદી પર પાણીમા ઉતરવાનું બહુ જ મુશ્કેલી હતી તે સમસ્યા દુર કરવા સરપંચ દીવાનજી ભાઇ વસાવાએ તેમજ ગ્રામ જનો થકી આ કામ એકજ દિવસમાં પૂરું કરી દીધુ જિલ્લા મથકે જવા માટે આ રસ્તા પર આવતા ગામો લાડવા, ફુલસર, કંજાલ, ટેકવાડા, ગોડ ફતુક. દુથર, બેબાર, બુરી, પાચ-ઉમર, જેવા ગામોને સહેલો રસ્તો બનાવી આપનાર સરપંચ દીવાનજીનો ગ્રામજનોએ આભાર માન્યો હતો.
અમે પોતાના ખર્ચે કોઝવે બનાવવાની કામગીરી શરૂ કરી
લાડવા ગામના સરપંચ દીવાનજી વસાવાએ કહ્યું- આઝાદીના આટલા વર્ષો બાદ પણ અહીં પૂલની માંગણી કરવામાં આવી છે , પરંતુ પૂલ ના બનતા ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અહી થી અંદાજિત આઠ ગામડાઓ અને ૫૦૦૦ જેટલા લોકોને મુશ્કેલી પડતી હતી. જેથી લોકોને સાથે રાખીને અમે પોતાના ખર્ચે કોઝવે જેવું નાળું બનાવતા શિયાળો, ઉનાળામાં તો કામ લાગશે કારણ કે ચોમાસામાં તો આ નદી પર ખૂબ પાણી હોય છે જેથી તેને પાર કરવા માટે મોટા પુલની જરૂર પડે તે માટે ઘણી રજૂઆત કરી છે. અને આગળ પણ રજૂઆત કરતા રહેશું કે જલ્દીથી આ પૂલ બને તો લોકોની સમસ્યાનો ઉકેલ આવે અમે અમારી જવાબદારી સમજીને કામ કર્યું.
લાડવા ગામના પોહનાભાઈ વસાવાએ જણાવ્યું- સરપંચ દીવાનજી વસાવા અમારી તકલીફ સમજીને ગ્રામજનોની સુખાકારી માટે તાત્કાલિક ધોરણે ગામના સરપંચના સહયોગથી અને ગામના લોકોએ શ્રમદાન કરીને તાત્કાલિક નાળું બનાવ્યું છે. જેના કારણે હવે ગામના લોકોને અવર જવર કરવામાં સરળતા રહેશે. ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ બદલ અમે ગામલોકો અભિનંદન આપીએ છે. પ્રજાની મુશ્કેલી દૂર થઈ શકે માટે એમને સલામ કરીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.