દિલ્હીમાં ચાલી રહેલા કૃષિ કાયદાના વિરોધ આંદોલન યથાવત અને ખેડૂતોએ જાહેરાત કરી છે કે સિંધુ બોર્ડર પર તમામ નેતાઓ ભૂખ હડતાલ કરશે અને આ દિવસે દેશના તમામ જિલ્લા મુખ્યાલય પર પ્રદર્શન કરવામાં આવશે. ખેડૂત સંગઠનોએ દિલ્હી જયપુર હાઇવે આજે ચક્કાજામ કરવાનું એલાન કર્યું છે. ગઈકાલે હરિયાણા અને પંજાબમાં ટોલ પ્લાઝા ટીકા કરવામાં આવ્યા બાદ ખેડૂતોએ સરકારને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ વધારે ઉગ્ર આંદોલન કરશે. બીજી તરફ થી રાજસ્થાન બોર્ડર પર હજારો ખેડૂતો દ્વારા ટ્રેક્ટર માર્ચ કાઢી અને તેની તરફ પ્રયાણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 18 દિવસથી ઉગ્ર દેખાવો કરી રહ્યા છે ત્યારે સરકારના સંશોધનના પ્રસ્તાવને ફરી એક વખત ખેડૂતોએ ફગાવી દીધો છે. આંદોલન હવે ઉગ્ર બનતું જાય છે અને ખેડૂતોએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂત સંગઠનોના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી કૃષિ કાયદો નાબૂદ નહીં થાય ત્યાં સુધી તેઓનું આંદોલન ચાલુ રહેશે. 18 દિવસથી નવા કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે
ભારતીય કિસાન સંઘના નેતાઓએ શનિવારે રક્ષા મંત્રી રાજનાથ અને કૃષિમંત્રી સાથે મુલાકાત કરી અને ખેડૂતોની ચિંતાઓ તેમની સમક્ષ રજૂ કરી હતી આ ખેડૂત સંગઠન અને છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી નોઈડા બંધ કરી રાખ્યું છે. ખેડૂતોએ તેમની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી માગણી કરી હતી. તેમજ હજુ સુધી ખેડૂતોનું આંદોલન અટકવાનું નામ લઇ રહ્યું નથી તેમ જ ખેડૂતોના નેતા દ્વારા આજે પણ દિલ્હી તરફ નિકુંજ ચાલુ રાખવામાં આવી છે. તેમજ જયપુર અને દિલ્હી હાઇવે બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.