ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1223 કેસ નોંધાયા છે. જેની સામે 1403 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 13 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4148 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 2,25,304 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 13,627 છે. આજે રાજ્યમાં કુલ 60,523 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.11 ટકા છે.
ગુજરાતમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 258, અમદાવાદ જિલ્લામાં 8, સુરત શહેરમાં 166, સુરત જિલ્લામાં 28, વડોદરા શહેરમાં 127, વડોદરા જિલ્લામાં 41 , રાજકોટ શહેરમાં 96, રાજકોટ જિલ્લામાં 33, ગાંધીનગર શહેરમાં 21, ગાંધીનગર જિલ્લામાં 35, મહેસાણામાં 31, દાહોદમાં 30, ખેડા-સાબરકાંઠામાં 29-29, અમરેલીમાં 26 સહિત કુલ 1223 કેસ નોંધાયા છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 13 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 8, સુરતમાં 3 જ્યારે બનાસકાંઠા અને પંચમહાલમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 259, અમદાવાદ જિલ્લામાં 11, સુરત શહેરમાં 198, સુરત જિલ્લામાં 64, વડોદરા શહેરમાં 64, વડોદરા જિલ્લામાં 30 , રાજકોટ શહેરમાં 94, રાજકોટ જિલ્લામાં 38, ગાંધીનગર શહેરમાં 27, ગાંધીનગર જિલ્લામાં 11, પંચમહાલમાં 72, બનાસકાંઠામાં 65, અમરેલીમાં 54, આણંદમાં 50 સહિત 1403 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 13,627 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 13,556 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 207529 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.