વલસાડ: આજે શહેરની શાકભાજી માર્કેટ વિસ્તારમાં ધોળા દિવસે બે સગીરો રૂપિયા ભરેલી બેગની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડમાં શાકભાજી માર્કેટમાંથી રોકડ રૂપિયા ભરેલી બેગ લઈને સગીરો ફરાર થતાં હોવાની ઘટનાના દ્રશ્યો બાજુમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઇ ગયા છે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
શાકભાજી માર્કેટમાં આજે એક લારી પર એક વેપારીએ રૂપિયા ભરેલી બેગ મુકી હતી. જોકે એ વખતે જ લારી નજીક જ એક સગીર બેગ પર નજર રાખી અને ઉભો હતો. સાથે જ નજીકમાં જ આ સગીર અન્ય એક સાગરીત પણ બેગ પર નજર રાખી રહ્યો હતો. અને થોડી જ વારમાં વેપારી રૂપિયા ભરેલી બેગ થી થોડો દૂર ગયો એવી તરત મોકો મળતા જ મોકાની રાહમાં ઊભેલો સગીર રૂપિયા ભરેલી બેગ લઈને બિલ્લી પગે ફરાર થઈ ગયો.
આમ ધોળા દિવસે આ શાકભાજી માર્કેટમાં રૂપિયા ભરેલી બેગ ઉઠાવવાની આ ઘટના લારીની બાજુમાં આવેલી એક દુકાનની બહાર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે થોડા સમય બાદ વેપારીને પોતાની રૂપિયા ભરેલી બેગ કોઈ ઉઠાવી ગયું હોવાની જાણ થતાં જ બજારમાં દોડધામ મચી ગઇ હતી.
આ બાબતે ભોગ બનનારે વલસાડ સીટી પોલીસ રજૂઆત કરી હતી, આથી પોલીસે શાકભાજી માર્કેટમાંથી ધોળા દિવસે રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી ફરાર થઈ જનાર સગીરોને શોધવા માટે તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાના CCTV ફૂટેજના આધારે સગીર આરોપીઓને ઝડપવા તપાસ આદરી દીધી છે.