આપણા નજરમાં દેખાતો કચરો કોઈકના માટે ખોરાક અને ગુજરાન ચલાવવાનું સાધન બની શકે છે. પેટ માટે માનવી કાંઈપણ કરી શકે છે. માનવીમાં જો ઈમાનદારી અને મહેનતથી જીવન જીવવા જેવા ગુણો હોય તો એ કોઈ પણ પરિસ્થિતિને માત આપી શકે છે. આવી જ એક વાત છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસદા ગામનાં એક ફળીયાના વૃદ્ધાની. આ વૃદ્ધાની ઉંમર આશરે ૭૦ વર્ષ કરતાં પણ વધારે હશે પણ એનો જુસ્સો ૨૫ વર્ષ કન્યાને શરમાવે એવી છે.
વાંસદામાં રહેતી આ વૃદ્ધા તરફ ગામનાં ઉકરડા, કચરા પેટીમાં પડેલો ભંગાર ભેગી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ ભંગારમાં પ્લાસ્ટિક, કાચની બોટલો, પૂંઠા વગેરેનો સમાવેશ થાય છે. આ વૃદ્ધા વહેલી સવારના સમયથી આ ભંગાર વણવાનું ચાલુ કરે છે ને છેક બપોરના એક બે વાગ્યા સુધી ભંગાર ભેગું કરે છે. ત્યારબાદ આ ભંગારને ભેગું કરીને બપોરના ધમધકતા તાપમાં ભંગારવાળાને ત્યા વહેંચવા જાય છે.
આ ભંગારનું વજન આશરે ૨૦ કિલોથી પણ વધારે હશે. આટલુ બધું વજન આ ઉંમરે પણ પોતાના માથે મૂકીને લગભગ ૨ કે ૩ કિલોમીટર દૂર આવેલા ભંગારવાળાને ત્યાં ભંગાર વેચે છે. આ ભંગાર વેચીને મળેલા પૈસાથી ઘરગથ્થુ વસ્તુઓ ખરીદીને બપોરે ઘરે જઈને જમવાનું બનાવીને જમે છે. અને આ જ રીતે નિત્યક્રમ રાખીને આ વૃદ્ધા પોતાનું ગુજરાન ચલાવે છે.
લોકવાયકા છે ને કે કોઈકનો કચરો કોઈનું ખોરાક બનવાનું કે કોઈકની રોજી-રોટી મેળવવાનું કામ કરે છે. માનવીમાં મહેનત ઈમાનદારી જેવા ગુણો હોય તો તેને જીવન જીવવામાં કોઈ પણ તકલીફ પડતી નથી. આપણે ઘરે જમતી વખતે કે કોઈ શુભ-અશુભ પ્રસંગે અનાજ કે ખોરાકનો બગાડ કરીએ છીએ એ ન કરવો જોઈએ. એ ખોરાક કોઈ જરુરીયાતમંદને આપવાથી એની પેટનો ખાડો પૂરી શકાય છે.
વૃધ્ધાનું કહેવું છે કહેવાય છે ને કોઈપણ કામ નાનું કે મોટું હોતું નથી કામ બસ કામ હોય છે એમાં ઈમાનદારી, મહેનત સત્યનિષ્ઠા હોવી ઘટે. કામ નાનું કે મોટું. કરવું ન કરવું નિર્ણય આપણો હોય છે બસ..