ચીને દક્ષિણ પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં હયાત ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટરનું પ્રથમ વખત સંચાલક કર્યું છે. ચીનના મીડિયાએ શુક્રવારે આ જાણકારી આપી હતી. ખાસ વાત એ છે કે પોતાના ઊંચા તાપમાનની ક્ષમતાને કારણે આ રિએક્ટરને આર્ટિફિશિયલ સન એટલે કે કૃત્રિમ સૂર્ય કહેવામાં આવે છે. આ ડિવાઇસ તૈયાર થવાથી ચીનના ન્યૂક્લિયર પાવર શોધમાં ખૂબ મદદ મળશે.
આ રિએક્ટરનું નામ HL-2M રિએક્ટર છે. આ ચીનનું સૌથી મોટું અને આધુનિક ન્યૂક્લિયર ફ્યૂઝન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિવાઇસ છે. વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે આ ડિવાઇઝ સ્વચ્છ ઉર્જાનું સ્ત્રોત બની શકે છે. ચીનના વર્તમાનપત્ર પીપલ્સ ડેઇલીના જણાવ્યા પ્રમાણે, આ ડિવાઇસ ગરમ પ્લાઝ્મા ને મેળવવા માટે તાકતવર મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ કરે છે. જે 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પહોંચી શકે છે. જે સૂર્યના અંદરના ભાગથી સરેરાશ 10 ગણો વધારે ગરમ થઈ શકે છે.
ન્યૂક્લિયર ફ્યૂઝન એનર્જીનો વિકાસ ચીનની એનર્જીની જરૂરિયાતને પૂરી કરવાનો એકમાત્ર નથી પરંતુ ચીનના અર્થતંત્ર અને ઉર્જાના વિકાસ માટે પણ જરૂરી છે. ચીનના વૈજ્ઞાનિકો વર્ષ 2006થી ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર વિકાસ પર કામ કરી રહ્યા છે.
ચીન આ ડિવાઇસને આંતરરાષ્ટ્રીય થર્મોન્યૂક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર પર કામ કરતા વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની યોજના બનાવી રહ્યા છે. અહીં નોંધવું રહ્યું કે વિશ્વનો સૌથી મોટો ન્યૂક્લિયર ફ્યૂઝન રિસર્ચ પ્રૉજેક્ટ ફ્રાંસમાં છે. આશા રાખવામાં આવી રહી છે કે વર્ષ 2025 સુધી તે પૂર્ણ થઈ જશે.