મુંબઈ:  યશ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે. તેનો પ્રથમ ભાગ એક બ્લોકબસ્ટર હિટ હતો, જેના પછી ચાહકો બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. સંજય દત્ત અભિનીત ફિલ્મ ‘KGF- 2’ના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વખતે ફિલ્મ સંજય દત્ત ભાગ ભજવી રહ્યો છે જેનો લૂક પહેલાથી જ બહાર આવી ચુક્યો છે તેથી ફિલ્મ માટે ચાહકોનો ઉત્સાહ બમણો થઇ ગયો છે. જોકે હજી સુધી તેના ટીઝરની રિલીઝ ડેટ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

હાલમાં જ ફિલ્મના એક્ઝિક્યુટિવ નિર્માતા કાર્તિક ગોડાએ કહ્યું છે કે આ ટીઝર વીડિયો ૮ જાન્યુઆરીએ યશના જન્મદિવસ પર રિલીઝ થશે. કાર્તિકે આ ખુલાસો ટ્વિટર પર એક ચાહકે પૂછેલા સવાલના જવાબ આપતા આપ્યો હતો. ખરેખર ફેને કાર્તિકને પૂછ્યું હતું કે KGFનું પહેલું ટીઝર રિલીઝ થયાને ત્રણ વર્ષ થયા છે જ્યારે આગામી ટીઝરની અપેક્ષા રાખી શકાય.

આ સવાલના જવાબમાં કાર્તિકે કહ્યું- તે તેના જન્મદિવસ પર રજૂ કરવામાં આવશે. તે સંપૂર્ણપણે નવા સ્તરે હશે. આ ફિલ્મનું શૂટિંગ કોરોનાને કારણે બંધ કરાયું હતું, જે સરકારની મંજૂરી બાદ ઓગસ્ટમાં ફરી શરૂ કરાયું હતું. મહારોગ દરમિયાન શૂટિંગ શરૂ કરનારી આ બીજી ફિલ્મ હતી. પ્રથમ ફિલ્મ ફેન્ટમ હતી.