નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મતાનુસાર આવનાર સપ્તાહમાં કોરોના વાયરસનીં વેક્સીન તૈયાર કરી દેવામાં આવશે. ગત શુક્રવારે સર્વપક્ષીય બેઠકમાં તેમણે કહ્યુ કે કોરોના વેક્સીનને વૈજ્ઞાનિક તરફથી મંજૂરી મળી જશે તરત જ ભારતમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. આ રસીકરણ અભિયાન પર તેઓ દ્વારા જણાવાયું કે હાલમાં પ્રથમ તબક્કામાં કોને વેક્સીન મળશે તેને લઇને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો તરફથી મળેલા સૂચનો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હાલમાં મળતી માહિતી મુજબ સરકાર પ્રથમ તબક્કા માટે ચાર બાબતોને પ્રાયોરિટી આપશે જેમાં આવશ્યક સેવાઓથી લઇને એવા લોકો શામેલ છે જેમને કોવિડ-૧૯થી સૌથી વધારે ખતરો છે. પીએમ મોદીએ આ સમૂહ અંગે પણ જણાવ્યુ છે. આ ચાર પ્રાયોરિટી ગ્રૂપ ક્યા-ક્યા છે અને તેમાં કોનું કોનું નામનો શમાવેશ કરવામાં આવશે તે વિષે જાણકારી ચાલો પ્રાપ્ત કરીએ.
PMના જણાવ્યુ કે નિષ્ણાંતો એવું માનીને ચાલી રહ્યા છે કે હવે કોરોનાની વેક્સીનની માટે વધારે રાહ જોવી પડશે નહીં. રસીકરણ અભિયાનમાં પ્રાથમિકતા કોરોનાના દર્દીઓની સારવારમાં લાગેલા હેલ્થકેર વર્કર્સ ફ્રન્ટલાઇન વર્ક્ર્સ અને જેઓ પહેલાથી જ ગંભીર બિમારીઓ સામે લડી રહ્યા છે તેવા વૃદ્ધ લોકોને પસંદ કરવામાં આવશે.
આ સમયે વેક્સીનની કિંમત વિષે કેન્દ્ર સરકાર આ મામલે રાજ્ય સરકારો સાથે ચર્ચા-વિચારણા કરી રહી છે. વેકસીનની કિંમતોને લઇને લોકોના આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી શકે. રાજ્ય સરકારો તેમાં સંપૂર્ણ સહભાગી બનશે.
સરકાર દ્વારા અપાનાર કોરોના વેકસિનની પ્રથમ પ્રાયોરિટીના ગ્રુપ વિષે વાત કરીએ તો હેલ્થ વર્કર્સ છે. જેમાં એવા લોકો છે જેમણે મહામારીની શરૂઆતથી લડાઇ લડી રહ્યા છે. ડોક્ટરો, નર્સ, પેરામેડિકલ હેલ્થકેર સપોર્ટ સ્ટાફ આ ગ્રૂપમાં શામેલ કરવામાં આવશે. આવા લોકો કોરોના સંક્રમિતોના વધારે સંપર્કમાં આવે છે આથી સંક્રમણનુ જોખમ તેમને સૌથી વધારે છે. આથી સૌથી પહેલા આવા હેલ્થ વર્કરોને રસી મૂકવામાં આવશે. સરકારના આ નિર્ણય પર જનમત શું પ્રતિભાવ આપશે એ આવનાર સમયમાં જ ખબર પડશે.