હવે બેન્કોની જેમ પોસ્ટ ઓફિસ બચત ખાતામાં પણ મિનિમમ બેલેન્સ રાખવું પડશે. આમ ન કરવા પર તમારે ચાર્જ આપવો પડી શકે છે. ઈન્ડિયા પોસ્ટ પ્રમાણે પોસ્ટ ઓફિસ બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થા 11 ડિસેમ્બરથી લાગૂ થશે. જો 500 રૂપિયાનું મિનિમમ બેલેન્ટ મેનટેન ન કરવામાં આવ્યું કે એકાઉન્ટમાંથી 100 રૂપિયા એકાઉન્ટ મેનટેનેન્સ ફી ચાર્જ કરવામાં આવશે.

ઈન્ડિયા પોસ્ટની વેબસાઇટ પ્રમાણે પોસ્ટઓફિસ બચત ખાતાધારકોએ 11 ડિસેમ્બર સુધી પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેનટેન કરવું પડશે. આ તારીખ બાદ મિનિમમ બેલેન્ટ મેન્ટેનેન્ટ ચાર્જ લાગુ કરવામાં આવશે. જો કોઈ ઉપાડથી આ રકમ ઓછી થાય છે તો તેને મંજૂરી હશે નહીં. જો આ નાણાકીય વર્ષના અંત સુધી એકાઉન્ટ બેલેન્સ વધારીને 500 રૂપિયા ન કરવામાં આવ્યું તો એકાઉન્ટ મેનટેનેન્સ ફી તરીકે 100 રૂપિયા કાપી લેવામાં આવશે. જો એકાઉન્ટ બેલેન્સ નિલ થઈ જાય તો સેવિંગ્સ એકાઉન્ટ બંધ થઈ જશે.

પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટને એડલ્ટ, બાળકો તરફથી માતા-પિતા કે 10 વર્ષથી વધુ ઉંમરનું બાળક પોતાના નામ પર ખોલી શકે છે. એક વ્યક્તિ માત્ર એક ખાતુ ખોલી શકે છે. એકાઉન્ટ ખોલવા સમયે નોમિનેશન ફરજીયાત છે. 500 રૂપિયાના મિનિમમ અમાઉન્ટની સાથે એકાઉન્ટ ખોલી શકાય છે. હાલ તેમાં વાર્ષિક 4 ટકાના દરે વ્યાજ મળે છે. પરંતુ કોઈ મહિનાની 10 તારીખથી અંતિમ દિવસ સુધી એકાઉન્ટ બેલેન્સ 500 રૂપિયાથી ઓછું હોય તો તે મહિનાનું વ્યાજ મળશે નહીં. દરેક નાણાકીય વર્ષના અંતમાં વ્યાજ ખાતામાં ક્રેડિટ કરવામાં આવે છે. આ ખાતામાં મિનિમમ 50 રૂપિયા ઉપાડી શકાય છે.