આજે દેશ-દુનિયાની નજર હવે કોરોના વેક્સીન પર છે ત્યારે ભારતમાં ત્રણ ફાર્મા કંપની કોરોનાની વેક્સીન બનાવી રહી છે. તેની આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ત્રણેય કંપનીની મુલાકાત લીધી.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે જોઈએ તો પ્રધાનમંત્રી મોદી દિલ્હીથી સૌ પહેલા અમદાવાદમાં ઝાયડસ ફાર્મા, પૂનામાં સીરમ ફાર્મા અને ત્યાર બાદ હૈદરાબાદમાં ભારત બાયોટેક કંપનીના ઈન્સ્ટીટ્યુટમાં બનતી રસી સંબંધિત અપડેટ લેશે અને તેની સમીક્ષા પણ કરી.
પ્રધાનમંત્રી મોદી પહેલા અમદાવાદની ઝાયડસ ફાર્માના રીસર્ચ સેન્ટરની મુલાકાત કરી. પહેલા તેઓ દિલ્હીથી સવારે નવ વાગ્યે અમદાવાદ આવ્યા. પછી હેલિકોપ્ટર મારફતે ચાંદોદરમાં ઝાયડસ ફાર્માના રીસર્ચ સેન્ટર પર ગયા. જ્યાં બે કલાકના રોકાણ દરમિયાન રસીની કામગીરી અંગે માહિતી મેળવી.
બાદમાં પીએમ મોદી અમદાવાદથી પૂના ગયા, પૂનામાં બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં સીરમ ઈન્સ્ટીટ્યુટમાં એક કલાક સમય ગાળી રસી અંગે માહિતી પ્રાપ્ત કરી અને ત્યાંથી સીધા હૈદરાબાદમાં ભારત બાયોટેકમાંની પણ મુલાકાત લીધી. ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ સાથે મળીને કોવેક્સિન નામની રસી તૈયાર કરી છે. ભારત બાયોટેકની રસી કોવેક્સીનના જ 500 ડોઝ અમદાવાદમાં ટ્રાયલ માટે લવાયેલા છે.