ગુજરાતના શિક્ષણ વિભાગ માને છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સંશોધન ગાઇડમાં સુધારા ઉપરાંત શોધને ઉત્તેજન આપવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. ગુજરાતની યુનિવર્સિટીઓમાં PH.Dની ડીગ્રી લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. છેલ્લા છ વર્ષની તુલના કરવામાં આવે તો આ વધારો ૧૭ ટકા જેટલો છે. છેલ્લા વર્ષે PH.Dમાં નામાંકન કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૯૧૭ જોવા મળી છે, જે ૨૦૧૧-૧૨માં માત્ર ૨૨૭૦ હતી.
હાલમાં રાજ્યમાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવાની ભૂખ જાગી હોય એવું લાગી હોય એવું આ નોંધાયેલા આંકડા સ્પષ્ટ કરી આપે છે. સામાન્ય રીતે જોઈએ તો ગુજરાતમાં વિભિન્ન ક્ષેત્રોમાં PH.D અધ્યયનને વધારે મહત્વ આપવામાં આવતું નથી તેવી માન્યતા પડી ભાંગી છે, કારણ કે વધુને વધુ વિદ્યાર્થીઓ PH.Dની પદવી લેવાનું પ્રમાણ વધી ગયું છે.
કેન્દ્ર સરકારના HDR મંત્રાલયે પ્રકાશિત કરેલા ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશનના વાર્ષિક રિપોર્ટમાં જાણવા મળે છે કે PH.Dની ડીગ્રી લેવા માટે ગુજરાતમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે.
શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે રાજ્ય સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે જેમાં વિવિધ ક્ષેત્રના અનુભવી લોકોને ગુજરાતની યુનિવર્સિટીઓમાં લાવવામાં આવ્યા અને શોધ અને અભ્યાસને ઉત્તેજન આપવા માટે વિદ્યાર્થીઓ સાથે મંત્રણા કરાવવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સંશોધન ગાઇડમાં સુધારા થયાં પણ છે.
ગુજરાતમાં PH.Dના કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો વર્ષ ૨૦૧૧-૧૨માં ૨૨૭૦ વિદ્યાર્થીઓ હતા. વર્ષ ૨૦૧૨-૧૩માં ૨૪૩૫ વિદ્યાર્થીઓ હતા વર્ષ દરમિયાન ૨૦૧૩-૧૪માં ૩૧૮૧ જેટલા વિદ્યાર્થીઓ થયા. વર્ષ ૨૦૧૪-૧૫માં આ સંખ્યા વધીને ૩૬૯૭ જેટલી થઇ. વર્ષ ૨૦૧૫-૧૬માં આ સંખ્યા વધીને ૫૧૬૯ થઇ ગઈ વર્ષ ૨૦૧૬-૧૭માં ૪૯૮૮ ઘટાડો નોધાયો વર્ષ ૨૦૧૭-૧૮માં ૫૨૫૧ સંખ્યા થઇ આ ૨૦૧૮-૧૯ વર્ષ દરમિયાન ૫૯૧૭ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા નોંધવામાં આવી છે.
રાજ્યમાં હાલના સમયમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો તફાવત ૨૭.૧ હતો તે ઘટીને હવે ૨૪.૧ થયો છે. છેલ્લા આઠ વર્ષમાં રાજ્યમાં PH.D કાર્યક્રમોમાં આપ્નારી યુનિવર્સિટીની સંખ્યા પણ બમણી થઇ ચૂકી છે. ૨૦૧૧-૧૨માં આ સંખ્યા ૨૨ હતી જે વધીને ૪૪ થઇ ગઇ છે. આ તમામ યુનિવર્સિટીઓ PH.Dની ડીગ્રી એનાયત કરે છે. આ વર્ષે PH.D ઉમેદવારોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ એ સાબિત કરે છે કે ગુજરાતમાં યુનિવર્સિટીઓ શોધ અને સંધોધનમાં વધારે રૂચિ લઇ રહી છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે.
DECISIONNEWS ની જનહિતમાં અપીલ:
દેશ-પ્રદેશમાં વર્તમાન સમયમાં પણ કોરોનાએ જ્યારે મોટા પ્રમાણમાં વકર્યો ત્યારે અમે ડિસીઝન ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આજનો સમયે કોરોનાથી ડરવાનો નહીં પણ સંયમ સાથે જીવન જીવવાની જરુર છે. આપણે બને તેટલો જાહેર સંપર્ક ટાળીએ. કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવીએ. ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો..