સમગ્ર વિશ્વ આજે એક તરફ કોવિડ-૧૯ મહામારી વચ્ચે લડત આપી રહ્યું છે. બીજી તરફ આરોગ્ય સેવાઓ તાતી જરૂરિયાત ઉભી થઇ છે. કોરના વાયરસથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું હિતાવક છે. ત્યારે આનો ઉદાહરણ રૂપ કિસ્સો સામે આવ્યો છે. આવા કપરા સમયમાં પણ લગ્ન ઈચ્છુક યુગલો પોતાના લગ્ન ધામધુમ પૂર્વક કરવા અને પાર્ટીઓ કરી લખલૂટ ખર્ચે ઈચ્છતા હોય છે ત્યારે  વલસાડના ગુંદલાવ ગામમાં રહેતા તરલભાઈ પ્રકાશભાઈ પટેલ અને ભૂમિકાબેન મુકેશભાઈ પટેલ દ્વારા લગ્ન માટેની અનોખી પહેલ કરવામાં આવી છે.

વર્તમાન સમયમાં જયારે દક્ષિણ ગુજરાતમાં પણ લગ્ન પર કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું છે એવા સમયે જાગૃત યુગલની પરિભાષા સિદ્ધ કરતા આ વલસાડના યુગલે સમાજ સામે સાદાઈથી લગ્ન કરી સંસાર પથ શુભ પગલાં માંડવાનો સંદેશો આપ્યો છે. ચલો જાણીએ એક વિવાહ આવો પણ.. વલસાડના ગુંદલાવ ગામમાં રહેતા તરલભાઈ પ્રકાશભાઈ પટેલ અને ભૂમિકાબેન મુકેશભાઈ પટેલ દ્વારા વલસાડ રજિસ્ટાર ઓફીસમાં સવારે ૧૧:૦૦ વાગ્યે ફક્ત દસ વ્યક્તિઓની હાજરીમાં ખુબ જ સાદાઈથી કોર્ટ મેરેજ કરી પ્રભુતામાં પગલાં માંડયા હતા.

આપણા દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીના સહજીવનની શરુઆતની વિધિને લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. વિવાહ પ્રથા આદિકાળથી ચાલતી આવી છે, જેમાં જ્ઞાતિમાં કે આંતરજ્ઞાતિય વિવાહ થાય છે. વિવાહ એ સમાજનું એક અંગ છે અને આધુનિક વિચારકો વિવાહને એક સંસ્થાન તરીકે ગણાવે છે. હિંદુ પરંપરા મુજબ લગ્નને વિવાહ સંસ્કાર કહેવામાં આવે છે, જે વ્યક્તિને એના જીવનમાં આપવામાં આવતા સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર છે. લગ્ન પછીના સહજીવનમાં સ્ત્રી જે પુરુષ સાથે વિવાહ સંસ્કારથી જોડાઈ હોય એની પત્ની અને પુરુષ જે સ્ત્રી સાથે વિવાહ સંસ્કારથી જોડાયો હોય એના પતિ તરીકે ઓળખાય છે.

તરલભાઈએ જણાવ્યું હતુ કે, આ વિચાર આવા પાછળનું મુખ્ય કારણ હાલની પરિસ્થિતિ મારો પરિવાર અને મિત્રો પાસેથી પ્રેરણા મળી હતી. મારો પરિવાર મોટો છે કદાચ લગ્ન ગ્રંથિની ઉજવણી કરી હોત તો પણ હજારો લોકો ભેગા થયા હોત અને લાખોનો ખર્ચે થયો હોત. પણ આ પરિસ્થિતિ પ્રમાણે આ શક્ય પણ ન હતું અને સમાજમાં એક હકારાત્મક સંદેશ પોહ્ચે એવા શુભ આશયથી આ રીતે વિવાહ ગ્રંથીમાં જોડાવવાનો અમે નિર્ણય લીધો હતો.

ભૂમિકાબેનએ વાતચીતમાં જણાવ્યુ હતુ કે આ કોરોના કહેર વચ્ચે તેઓ પોતાની નવી જીંદગીની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે ત્યારે તેમણે કોરોના ગાઈડલાઈન્સનું સંપૂર્ણ પણે સાવચેતી લીધી છે. પોતાના લગ્ન ૧૦ વ્યક્તિઓની હાજરીમાં કાનૂની પ્રક્રિયા હેઠળ સંપન્ન કર્યા છે  આવા સાદાઈ ભરી કોર્ટ મેરેજની વિધિ દરમિયાન અમે કોરોના નિયમોને અનુસરીને સમાજને સંદેશ આપવા માંગતા હતા કે એક વિવાહ આવો પણ હોય શકે !  સમાજ માટે પ્રેરણા રૂપ બન્યા   અમે હાલની પરિસ્થિતિ અનુસાર અન્ય યુગલોને પણ આવી સાદાઈથી લગ્ન કરવાની અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આજની જનરેશન લગ્ન અને વર્ષગાંઠ કે જન્મ દિવસમાં પાર્ટીએ અને રેસ્ટોરન્ટમા જમણ વાર કરતા હોય છે. પરંતુ આ યુગલે હાલની કોરોના મહામારીની કપરી પરિસ્થિતિમાં પોતાના પરિવાર તથા સગાસંબધી મિત્રોનું સ્વાસ્થ્ય જળવાય રહે એની પહેલ કરી છે આ વિવાહ સૌ કોઇ માટે આજની સ્થિતિ જોતા એક સિમાહ ચિન્હ ઉદાહરણ પૂરું પાડશે. આ યુગલનો આવી રીતે લગ્ન કરવાનો નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ બનશે.