દેશમાં મહિલાઓ માટે ૮ માર્ચ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની’ ઉજવણી કરવામાં આવે છે તો પુરુષો માટે પણ ઉજવણી થવી જોઈએ કારણ કે પુરુષ પણ સમાજમાં સમકક્ષ સ્થાન ધરાવે છે. આથી પુરુષો માટે પણ ‘આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ’ ૧૯ નવેમ્બરના રોજ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય પુરૂષ અને મહિલા દિવસને’ લિંગ કેન્દ્રિત’ ઇવેન્ટ માનવામાં આવતી હોય છે.

આજ રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસના છ સ્તંભ નક્કી થયા છે. જેમાં રાષ્ટ્ર, સમાજ, સમુદાય, કુટુંબ, લગ્ન, બાળ સંભાળ આવે છે. આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ હાલમાં ૪૪ દેશોમાં મનાવવામાં આવે છે. આ દિવસમાં પુરુષોને પોતાના સ્વાસ્થ્ય અને પોતાની માનસિક અવસ્થા વિશે જાગૃતીની જાણકારી આપવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસમાં પુરુષોને પોતાના સ્વાસ્થય પ્રત્યે ઉજાગર કરવામાં આવે છે કારણકે જો તેઓ સ્વસ્થ હશે તો પરિવારને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થઇ શકશે. પુરુષને પરિવારનો આધાર સ્તંભ માનવામાં આવ્યું છે. તે નાની ઉંમરમાં જો પરિવારની જવાબદારી ઉપાડી શકે તો તે પોતાના પરિવાર અને પત્ની માટે બધું જ કરશે. તેની ભૂમિકા તેના પરિવારમાં ખૂબ મહત્વની છે. તે વાતોની જાણ કરાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેથી તેઓ પોતાની જાત પ્રત્યે પ્રેમ કરે .

આ દિવસની ઉજવણી આપણે એમ કરી શકીએ કે આપણા પરિવારમાં રહેતા તમામ પુરુષોનો આભાર માનીએ કે તમે અમારા પરિવાર માટે આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરે છે. પોતાના સપના મારીને પરિવારના સપના પુરા કરે તેને પિતા કહેવામાં આવે છે. તેથી આ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસે આપણાં પરિવારના મુખ્ય વ્યક્તિની સાર સંભાળ રાખીશું. લિંગ સંબધો સુધારવા અને લિંગ સમાનતા પ્રોત્સાહન આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસનો મુખ્ય હેતુ મનાય છે.

આપણે જાણીએ છીએ કે આપણો અડધો સમાજ પુરુષો પર આધારિત છે. પુરુષોને ઘણી બધી જવાબદારીઓનો ભાર ઉપડવો પડે છે. થોડાક પુરુષોના લીધે આપણે બધા જ પુરુષોને ખરાબ ગણી શકીયે નહિ. તેઓ પોતાની સ્વાસ્થ્યની સારસંભાળ રાખી શકતા નથી અને તેઓ શારીરિક દ્રષ્ટિએ નબળા બનતા જાય છે. જો પુરુષનું સ્વસ્થ બગડશે તો પરિવારને સ્થિત ખરાબ થઈ જશે. એક પુત્ર ,પતિ અને પિતાના અને દોસ્તના રૂપમાં શોભે છે અને પોતાનું કિરદાર નિભાવે છે.