દીવ: ગુજરાતના લોકો શરીર અને મનથી થાકે ત્યારે પ્રવાસનો સહારો લેતા હોય છે અને મોટાભાગના ગુજરાતીઓ માટે દીવ દમણ અને દાદરાનગર હવેલી તેમની પહેલી પસંદગી રહી છે. કોરોના કાળમાં કોરોનોના કાળા પડછાયાથી દુર રહે તે માટે દિવ દમણ અને દાદરનગરના એડમીનીસ્ટ્રેટર પ્રફુલ પટેલ માર્ચ મહિનાથી સંભવિત પ્રયાસ કર્યા છે. જેમાં તેમના સહયોગમાં વહિવટી તંત્ર પણ આવ્યુ જેના પરિણામ સ્વરૂપ નવ મહિના બાદ દીવ સંપુર્ણ રીતે કોરોના મુકત થયુ છે. હાલની તારીખે દીવની હોસ્પિટલમાં એક પણ કોરોનાનો દર્દી નથી.
કોરોના સામેની લડાઈમાં ખરા અર્થમાં વહિવટી તંત્ર કામ કરી રહ્યુ છે. પણ વહિવટી તંત્રની મર્યાદા એવી છે કે આ મામલે તે પોતાના વખાણ કરી શકતુ નથી, ગુજરાતના પ્રવાસીએ દીવ તરફ જતા હોવાને કારણે દીવના કલેકટર સલોની રોય માટે બહૂ કપરી સ્થિતિ હતી. એક તરફ દીવના સ્થાનિકોને કોરોનોથી બચાવવાના હતા બીજી તરફ દીવની બહારથી આવતા પ્રવાસીઓને કારણે દીવમાં કોરોનો ફેલાય નહીં. આ ઉપરાંત દીવનો વેપાર પણ ગુજરાત સાથે સંકળાયેલો હોવાને કારણે અનેક ભયસ્થાન પણ હતા.
આમ છતાં દીવ કલેકટર સલોની રાયે આરોગ્ય વિભાગની કિલ્લેબંધી કરવાના નિર્ણયના કારણે દીવને કોરોના મુકત કરવા માટે કામગીરી શરૂ કરી જેના પરિણામ સ્વરૂપે દીવની હોસ્પિટલમાં રહેલા ૩૧૮ દર્દીઓ સ્વસ્થ થતાં હવે દીવની હોસ્પિટલમાં પણ એક પણ કોરોનોગ્રસ્ત દર્દી નથી. આમ હાલમાં સંપુર્ણ દીવ કોરોના મુકત થયુ છે પણ દીવ કોરોના મુકત રહે તે જવાબદારી માત્ર સરકારની નહીં સ્થાનિક જનતાની પણ છે એ સમજવું રહ્યું.