રાજ્યભરમાં આજે લાભ પાંચમનો તહેવાર ઉજવાશે. આજે લાભ પાંચમના શુભ દિવસથી ધંધા-રોજગાર પુનઃ ધમધમતા થશે. હિન્દુ નવા વર્ષમાં લાભપાંચમ શુભ મુહુર્ત ગણાય છે. તો સાથે જ આજે લાભ પાંચમના મુહૂર્તમાં ભાજપના ચૂંટાયેલા આઠ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. કોરોનાના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સાથે સમારંભ યોજી શકાય એટલા માટે શપથ ગ્રહણ કરનાર દરેક ધારાસભ્યને ૧૫ ટેકેદારોની મર્યાદામાં લાવવાની છૂટ આપવામાં આવી
લાભ પાચમના શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તમાં ભાજપના ચૂંટાયેલા આઠ ધારાસભ્યો ધારાસભ્યપદના શપથ ગ્રહણ કરશે. વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ૧૨:૩૯ મિનિટે શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવશે. ગુજરાત રાજ્યમાં યોજાયેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય મેળવ્યો હતો.
આજના શપથ વિધિ સમારોહ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સિનિયર સભ્યો હાજરી આપશે. કોરોનાના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સાથે સમારંભ યોજી શકાય એટલા માટે શપથ ગ્રહણ કરનાર દરેક ધારાસભ્યને ૧૫ ટેકેદારોની મર્યાદામાં લાવવાની છૂટ આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સને કારણે પ્રથમવાર વિધાનસભાના ચોથા માળે શપથવિધિ સમારંભ યોજવામાં આવ્યું છે.