બિહારમાં નીતિશ કુમાર CM પદના આવતીકાલે શપથ ગ્રહણ કરશે જો કે હાલમાં ડેપ્યુટી CMના નામ પર હજુ સસ્પેન્સ યથાવત રહ્યું છે. નીતિશ કુમાર આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાના મુડમાં જણાય રહ્યા છે. NDAના ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો ચુક્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
NDAના ધારાસભ્ય દળના નેતા તરીકે નીતિશ કુમારની પસંદગી થઇ ચુકી છે. નીતિશ કુમાર CM પદના આવતીકાલે સવારે ૧૧:૩૦ વાગે શપથ લેશે. બિહારના ડેપ્યુટી CM તરીકે સુશીલ કુમાર મોદીનું નામ નક્કી માનવામાં આવી રહ્યુ છે. નીતિશ કુમારે ડેપ્યુટી ચીફ મીનીસ્ટ સુશીલ મોદીને બનાવવા શરત મુકી હતી.
હાલમાં સત્તાપક્ષ ભાજપ સામે પોતાના ડેપ્યુટી વિશે નીતિશ કુમારે સુશીલ મોદીનું નામ આગળ કર્યું હતું. સુશીલ મોદી ડેપ્યુટી CM નહી તો પોતે મુખ્યમંત્રી નહી બને તેવું દબાણ કર્યું હતું. નીતિશ કુમારના દબાણ હેઠળ ભાજપે સુશીલ મોદીના નામ પર મહોર મારી દિધી છે. આવતીકાલે નીતિશ કુમારની શપથ વિધિ સમયે સુશીલ મોદી પણ લેશે. NDAના ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.