દેશના હાલ દિવાળી અને નવા વર્ષના ઉત્સવો ઉજવાય રહ્યા છે તેવી જ રીતે અન્ય સંખ્યાબંધ રાજ્યોમાં હાલમાં ગોવર્ધન પૂજાની ઉજવણી પણ થઈ રહી છે ત્યારે છત્તીસગઢમાં આ તહેવારની એક અનોખી પરંપરા છે. જેનુ આજે પણ પાલન કરવામાં આવ્યું હતું.
જૂની પરંપરા અને રીતભાત પ્રમાણે રાજ્યના CMએ ગોવર્ધનપૂજા નિમિત્તે રાજ્યના લોકોની ખુશી માટે કોરડા ખાય છે. આજે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ પરંપરા નિભાવી હતી અને પોતાના હાથ પર કોરડાના ફટકા સહન કર્યા હતા. તેમણે સોશ્યલ મીડિયા પર પોતાની તસવીર સાથે આ વાત શેર કરી હતી.
આપણે જાણીએ છીએ તેમ દિવાળીના બીજા દિવસે ઘણા રાજ્યોમાં ગોવર્ધનપૂજા કરવામાં આવી છે. મૂળભૂત રીતે આ પ્રકૃતિનો આભાર માનવા માટે થતી પૂજા- અર્ચના કરવામાં આવતી હોય છે. જેનો આરંભ ભગવાન શ્રીકૃષ્ણે કર્યો હોવાનુ સ્થાનિક લોકમાં માનવામાં આવે છે. વ્રજભૂમિમાં તેનો પ્રારંભ થયો હતો અને એ પછી ધીરે ધીરે ભારતના બીજા વિસ્તારોમાં તેનુ પ્રચલન વધવા માંડ્યાના પ્રમાણો લોકો આપે છે. આ પરંપરા અને લોક નિર્ણયને માન આપી CM જનમતને સમર્થન આપે છે.