આજે દિવાળી ! ખુશીઓનો તહેવાર ! પણ એ ખુશીને કેવી રીતે મનાવવી એ આપણા પર નિર્ભર કરે છે ઘણા યુવાનો પોતાના પરિવાર સાથે મનાવે અને કેટલાક યુવાનો આ ખુશીને ગરીબોના આંસુ લીચું એમને જીવન જરૂરિયાત પૂરી કરીને મનાવે છે. હા આજે આવા જ એક યુવા ગ્રુપ વિષે વાત કરવી છે જેણે છેલ્લા દોઢ વર્ષથી શુભ પ્રસંગે જે અન્નનો બગાડ થાય એને અટકાવવા માટે એ બચેલા અન્નને જરુરીયાત મંદ લોકો સુઘી પોહચાડવાનુ ભગીરથ કાર્ય કર્યું છે
વર્તમાનમાં જ્યારે દેશ કોરોના જેવી મહામારી માથી પસાર થઈ રહ્યો છે ત્યારે પણ આ દિવાળીના તહેવારમાં આ યુવા ગ્રુપ દાતાઓના સહયોગથી જરુરીયાતમંદ લોકો સુઘી જમવાનુ તેમજ અનાજની કીટ બનાવીને પોહચાડવાનો અવિરત સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે આ જય જલારામ અન્નપૂર્ણા ગ્રુપના મિત્રો સ્થાનિક ક્ષેત્રમાં એકલા રહેતા વૃધ્ધો જે પોતાના જીવન ગુજરાન ચલાવવામાં અસમર્થ છે એવા વૃધ્ધોને અનાજની કીટ આપી સહાય રૂપ બની રહ્યા છે.
આજના આધુનિક યુગમાં જયારે લોકોને પોતાના કે પોતાના પરિવાર માટે પણ સમય મળતો નથી ત્યારે આ યુવાઓ સમાજસેવાના ક્ષેત્રમાં આવી ઉત્કૃષ્ટ કામગીરી બજાવીને સમાજના અન્ય યુવાઓને સમાજમાં પોતાનું કર્તવ્ય બજવવાની શીખ આપતા હોય એમ કહી શકાય. આ યુવાના સમાજસેવાના યજ્ઞમાં આપણે પણ સહયોગી બનીએ તો આપણી શુભ દિવાળીની અને ખરા અર્થમાં નવા વર્ષની ઉપકલ્પના સાર્થક થાય. આવો નિર્ણય કરીએ આ દિવાળી કુછ નયા હો જાયે ..