ગુજરાતમાં કોરોના કાળમાં રાજયમાં યુનિ. અને કોલેજો પણ બંધ કરી દેવાઈ હતી. જો કે હવે UGCની ગાઈડલાઈન મુજબ રાજયમાં આગામી તા.૨૩ મી નવે.ના રોજ પુન: શિક્ષણ કાર્ય શરૂ કરવા માટે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગાઈડલાઈન બહાર પાડી દેવામાં આવી છે. સરકાર દ્વારા આજે બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓએ ઓફ લાઈન કલાસમાં હાજરી આપવી સ્વેચ્છા રહેશે. કોલેજોએ વિદ્યાર્થી કે તેના વાલી પાસેથી સંમતિપત્ર મેળવવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ કલાસમાં ન જોડાય તેઓ માટે ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવે છે.

      રાજ્યમાં પ્રથમ તબક્કામાં તમામ PG, PH.D, M.PHIL વગેરે અભ્યાસક્રમો, મેડિકલ, પેરા મેડિકલના તમામ તથા અન્ય સ્નાતક અભ્યાસક્રમના ફકત્ત ફાઈનલ ઈયરના વિદ્યાર્થીઓને ભૌતિક રીતે શિક્ષણ આપવામાં આવશે. આ વર્ગોમાં ઓનલાઈન અભ્યાસ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓની સંખ્યા તથા વિષયની જરૂરિયાત તેમજ જટિલતા ધ્યાને લઈને તે પ્રમાણે વર્ગ સંખ્યા ગોઠવવાની રહેશે. જે થી બે વિદ્યાર્થીની વચ્ચે UGCની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ૫૦ ટકા–૫૦ ટકાના બે વર્ગ અથવા એક તૃતિયાંશ વાળા ત્રણ વર્ગો ગોઠવવામાં આવશે.

     સ્કૂલોમાં જો વિદ્યાર્થીઓને બોલાવાના થાય તો સતત ત્રણ દિવસ બોલાવવાના રહેશે. ત્યાર બાદ બાકીના દિવસોએ બાકીના બીજી વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે. કયા વિષયો માટે કે અભ્યાસક્રમ માટે આ વ્યવસ્થા ગોઠવવાની છે તે અંગે કુલપતિ કે પ્રિન્સિપાલે નિર્ણય કરવાનો રહેશે. હોસ્ટલ સુવિધા આપવાની થાય તો હાલમાં એક રૂમમાં એક વિદ્યાર્થી રહી શકશે. ફેસ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. હેન્ટ વોશ અને સેનીટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે. સંક્રમિત વિદ્યાર્થી કે શિક્ષણ કેમ્પસમાંના પ્રવેશે તેની કાળજી યુનિ. કે કોલેજના સત્તાવાળાઓની રહેશે. રાજય શિક્ષણ વિભાગની આ ગાઈડલાઈન સરકારી–ખાનગી યુનિ. કે સરકારી–ખાનગી કોલેજોમાં લાગુ પાડવામાં આવે છે. આ સરકારના નિર્ણય વિષે જનમત શું છે આવનાર સમય બતાવશે.