રોશનીનો તહેવાર દિવાળી આવી રહી છે ત્યારે આપણને જાણવાની ઈચ્છુકતા રહેતી હોય છે કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ દિવાળીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે. જ્યારે કોઈ માણસ પહેલીવાર એક દેશથી બીજા દેશમાં ગયો હશે તો તેણે તેની સાથે ખાસ કરીને તેની સંસ્કૃતિ સાથે ઘણું બધું લીધું. તે સંસ્કૃતિના આદાન પ્રદાનનું પરિણામ છે આજે બ્રિટનમાં દિવાળી ઉજવવામાં આવે છે, તો ભારતમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. જો કે, જ્યારે એક સંસ્કૃતિ એક દેશથી બીજા દેશમાં પહોંચે છે, તો પછી સુવિધામાં પરિવર્તન આવે છે, જેને તે દેશની પોતાની રીત કહી શકાય.તો ચાલો જોઈએ કે ક્યાં દેશમાં કેવી રીતે મનાવાય છે દિવાળી..

     જાપાનના યોકોહામામાં બે દિવસીય દિવાળીનું આયોજન કરવામાં આવે છે. અહી બે દિવસોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. અહી આ તહેવાર દરમિયાન લાખો લોકો ડાન્સ કરે છે અને ગીત ગાય છે. લોકો વિવિધ પ્રકારના માસ્ક પહેરે છે જે મોટે ભાગે ખૂબ રમુજી પ્રકારના હોય છે, રસોઇથી જોડાયેલ હોય છે. આ બે દિવસીય દિવાળીમાં ભારતીય ભોજન જમવાનો આગ્રહ રાખતા હોય છે.

    મલેશિયામાં દિવાળીને હરિ દિવાળી કહેવામાં આવે છે. અહીંના રીત-રિવાજો ભારતથી મોટા પ્રમાણમાં અલગ પડતા જોવા મળે છે. આ દેશના લોકો તેમના શરીર ઉપર તેલ લગાવીને દિવાળીની શરૂઆત કરે છે. આ પછી મંદિરોમાં જાય છે અને ખ્યાતિ, સમૃદ્ધિ તેમજ સુખ માટે  પોતના માનીતા આરાધ્યદેવ પ્રાર્થના કરે છે. તમિળ-હિન્દુઓ મલેશિયામાં રહે છે, તેથી અહીં પૂજા પાઠમાં દક્ષિણ પ્રદેશની ઝાંખીનો આપણને અહેસાસ થાય છે.

     ત્રિનિદાદ અને ટોબેગોમાં દિવાળીની રોમાંચ એ કેરેબિયન સમુદ્રના ટાપુઓ પર પણ જોવા મળે છે. અહીં ભારતની જેમ  ત્રિનીદાદ અને ટોબેગો સમુદાય મુખ્યત્વે દિવાળીની ઉજવણી કરતા હોય છે. દિવાળી પર હિન્દુ સંસ્કૃતિ અહીં સ્ટેજ પર નાટક દ્વારા સંદેશો આપવાનો પ્રયાસ કરાતો હોય છે. પરંપરાગત પોશાકોના બધા કલાકારો તહેવારોથી સંબંધિત વાર્તાઓ પણ કહેવાય છે. સ્વાદિષ્ટ વાનગીઓ પણ તૈયાર કરવામાં આવતી હોય છે.

    મોરેશિયસમાં નાના ટાપુઓ પર પણ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે અહી જાહેર રજા  રાખવામાં આવે છે. અહીંના લોકો ઘરની સફાઈ કરવામાં આ તહેવારનું માહાત્મ્ય સ્વીકારે છે, તેઓ માને છે કે આમ કરવાથી બધી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે. દિવાળી પર અહીં રાવણ દહન પણ કરવામાં આવે છે. મોરિશિયસનું ટ્રાયોલેટ ગામ સંપૂર્ણ રીતે સજ્જ છે અને અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે.

    નેપાળના લોકો દિવાળીને તિહાર કહે છે. ભારતની જેમ અહીં દીપોત્સવ પણ પાંચ દિવસનો છે. જેમાં પ્રથમ દિવસે ગાયને ભાત આપવામાં આવતું હોય છે. બીજા દિવસે કૂતરાઓને વિવિધ વાનગીઓ પણ ખવડાવે છે. ત્રીજા દિવસે લક્ષ્મી પૂજન, ચોથા દિવસે યમ પૂજન અને પાંચમા દિવસે ભાઇબીજની ઉજવણી કરવામાં આવતી હોય છે. અહીં કુકુર તિહાર એટલે કે બીજા દિવસે લોકો ખૂબ જ ઉત્સાહમાં હોય છે.