ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ૯૦૦ જેટલા CNG સ્ટેશનો કાર્યરત કરવાનો નિધર્રિ રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ પ્રિય એવા CNGનો ઉપયોગ વધુ ને વધુ થાય તેમ તેનાથી ગુજરાત પ્રદૂષણ મુક્ત બને તે દિશામાં પહેલ કરવામાં આવી છે.
વિજય રૂપાણીએ આજે CNG સહભાગી યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં ૧૬૪ નવા CNG સ્ટેશન કાર્યરત કરવાના લેટર ઓફ ઇન્ટેટનો ઇ-વિતરણ સમારોહ યોજાયો હતો. ગુજરાતમાં છેલ્લા ૨૩ વર્ષ દરમિયાન ૫૪૨ જેટલા CNG સ્ટેશન સામે પાછલા બે વર્ષ દરમિયાન ૩૮૪ નવા CNG સ્ટેશનો ઉભા થઇ ગયા છે હવે રાજ્યમાં વાહન ચાલકોને સરળતાથી CNG મળી રહેશે. ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના પડકાર સામે ઝીરો-ટોલરન્સ નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં ૨૩ વર્ષ દરમિયાન ૫૪૨ સીએનજી સ્ટેશનો કાર્યરત થયા છે પરંતુ પાછલા બે વર્ષ દરમિયાન નવા ૩૮૪ CNG સ્ટેશનો ઉભા થયા છે.
સંપૂર્ણ ભારતમાં કુલ ૨૩૦૦ જેટલા સ્ટેશનો છે સૌથી વધુ CNG સ્ટેશન એકલા ગુજરાતમાં ઉપલબ્ધ છે જે દેશની કુલ સંખ્યાના CNG સ્ટેશનોના ૬૦ ટકા થવા જાય છે. આગામી દિવસોમાં રાજ્યમાં ૯૦૦ જેટલા CNG સ્ટેશનો કાર્યરત કરવાની નેમ મુખ્યમંત્રી વિજય રૂપાણી વ્યક્ત કરી હતી. CNG વાહનોના વધુ ઉપયોગથી પયર્વિરણ સંરક્ષણ સાથે વિકાસની ગતિ હંમેશા વધાડવા વિશ્વાસ વ્યકત કર્યો છે.