ડાંગ જિલ્લાના મુળચોંડ ગામની નર્સિગમાં અભ્યાસ કરતી યુવતીએ કોરોના કાળમાં વરલી ચિત્રોની કળાને રોજગારીનું સાધન બનાવીને આજીવિકા મેળવી અન્ય વિદ્યાર્થીઓ માટે રોજગારી મેળવવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડયું છે. એમ પણ કહેવાય છે ને ‘કોઈ ધંધો નાનો કે મોટો નથી હોતો અને ધંધાથી મોટો કોઈ ધર્મ નથી હોતો’ તમારામાં કઈંક કરી બતાવવાનો જુસ્સો હોય તો તમે તમારું નશીબ ખુદ બનાવી શકો છો.

   આ વાતને સાર્થક કરતી એક ઘટના સામે આવી છે આ વાત આદિવાસી પરિવારમાં ઉછરેલી સમજદાર અને આત્મવિશ્વાસથી ભરપુર એક વિધાર્થીની ની છે જે દક્ષિણ ગુજરાતના ડાંગ જીલ્લાના મુખ્યમથક આહવાથી સાત કિલોમીટર દુર આવેલા મુળચોંડ ગામમાં રહેતી માલિની ભોયે હાલમાં B.SC નર્સિંગનો અભ્યાસ કરે છે. કોરોના સમયમાં અભ્યાસ ક્રમ બંધ થવાની સાથે આર્થિક મુશ્કેલી પડી હતી. ત્યારે તેણે અગાઉ શીખલી વરલી ચિત્રોથી રોજગારી મેળવીને અનોખુ ઉદાહરણ પુરુ પાડયું છે. માલિની ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી તે સમયે તેણે આ કળા શીખી હતી.

     આદિવાસી સંસ્કૃતિને વરલી ચિત્રોમાં લગતા તેમના ઘર, જંગલ, સામાજીક જીવનમાં આવતા તહેવારો વગેરે પ્રસંગોનું વર્ણન કરવામાં આવે છે. આ તમામ વર્ણનને  માલિની ભોયે કેનવાસ પર ઉતારે છે. માલિનીએ એક કાચી ઝુંપડા જેવી નાનકડી દુકાનમાં તેના ચિત્રો મૂકે છે. રસ્તા ઉપરથી આવતા જતા લોકો આ ચિત્રો ખરીદે છે. માલિનીએ બનાવેલા ચિત્રોને  ડાંગ દરબાર વખતે રાજ્ય સરકાર દ્વારા 10 હજારનું ઈનામ આપવામાં આવ્યું હતું.

    માલિની ભોયે અભ્યાસની સાથે વરલી ચિત્રો બનાવીને રોજગારી મેળવી રહી છે ખરેખર પોતાની સમજદારી અને નિર્ણય શક્તિથી અન્યોના માટે પણ પ્રેરણારૂપ બની છે.